૪૦
પુણ્યને જ ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે. પાપ તે અધર્મ ને પુણ્ય તે ધર્મ – એટલું જ લૌકિક જનો સમજે છે, પણ પુણ્ય ને પાપ એ બન્ને અધર્મ છે, ને ધર્મ તો તે બંનેથી પાર એવા વીતરાગી ચૈતન્યભાવરૂપ છે. આ વાત માત્ર જૈનધર્મમાં જ છે ને વિરલા જ્ઞાનીજનો જ તે સમજે છે અને કહે છે.
જેમ લોઢાની કે સોનાની બેડી બાંધે જ છે તેમ, પુણ્યને ભલે સોનાની કહો તોપણ તે બેડી જીવને સંસારમાં બાંધે છે, મોક્ષ થવા દેતી નથી; તે પુણ્યની બેડી પણ તોડીને મોક્ષ થાય છે. અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે, પણ રાગ વગરની ચૈતન્યની મીઠાશને તે જાણતો નથી. ચૈતન્યનો મીઠો વીતરાગી સ્વાદ ચાખનારને પુણ્યનો કષાય પણ કડવો લાગે છે. — એવા જ્ઞાનીઓ જ મોક્ષને સાધે છે. ૫૯.
જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ધ્રુવસ્વભાવ ઉપર છે, અજ્ઞાનીની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે. નિમિત્ત તરફ દ્રષ્ટિ તે પરાશ્રયદ્રષ્ટિ છે. ‘નિમિત્ત’ એવી વસ્તુ નથી – એમ નથી, નિમિત્ત વસ્તુ છે ખરી; જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોઈ શકે નહિ. નિમિત્ત છે એમ જાણવું, બંધની અવસ્થા