થાય છે તેમ જાણવું, તે બધો વ્યવહારનય છે. વ્યવહારને જાણતાં અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે, વ્યવહારને જાણતાં કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે – એમ નથી. નિશ્ચયનયનો વિષય જે અખંડ જ્ઞાયક- વસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. ૬૦.
પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એવી રીતે અરે! આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણાં છે એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. ૬૧.
સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો — એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી