૪૨
આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે...સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. સમકિતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે....હીરાની કિંમત હજારો રૂપિયા હોય છે, તેના પાસા પડતાં ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે; તેમ સમકિત-હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો તો કલ્યાણ થઈ જશે પણ તે ન મળ્યો તોપણ ‘સમકિત એ કાંઈક જુદી જ વસ્તુ છે’ – એમ તેનું માહાત્મ્ય સમજાઈ તે મેળવવાની તાલાવેલીરૂપ રજો પણ ઘણો લાભ આપે છે.
જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે. ૬૨.
જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે. આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર