નથી — એમ જે સત્યને જાણે છે તેને લક્ષ્મી વગેરે પરપદાર્થની મમતા ઉપર સહેજે કાપ મુકાઈ જાય છે, ને ભગવાનની ભક્તિ, પ્રભાવના વગેરેના ભાવ ઊછળે છે. છતાં ત્યાં તે જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને જાણીને તે પ્રગટ કર્યા વિના જન્મ-મરણ ટળશે નહિ. ૮૧.
ધર્મ પણ જ્ઞાનીને થાય છે અને ઊંચાં પુણ્ય પણ જ્ઞાનીને જ બંધાય છે. અજ્ઞાનીને આત્માના સ્વભાવની ખબર નથી, તેથી તેને ધર્મ પણ નથી ને ઊંચાં પુણ્ય પણ નથી. તીર્થંકરપદ, ચક્રવર્તીપદ, બળદેવપદ તે બધાં પદ સમ્યગ્દ્રષ્ટિ જીવોને જ બંધાય છે; કારણ કે જ્ઞાનીને એમ ભાન છે કે – એક મારો નિર્મળ આત્મસ્વભાવ જ આદરણીય છે, તે સિવાય રાગનો એક અંશ કે પુદ્ગલનો એક રજકણ પણ આદરણીય નથી. – આવી પ્રતીતિ થતાં હજુ સંપૂર્ણ વીતરાગ થયો નથી તેથી રાગનો ભાગ આવે છે. તેમાં ઊંચી જાતનો પ્રશસ્ત રાગ આવતાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ઊંચી પદવીઓ બંધાય છે. ૮૨.
અંતરના ઊંડાણમાંથી રુચિ ને લગની લાગવી