૫૪
જોઈએ. જો આત્માના લક્ષે છ માસ યથાર્થ ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહિ. ૮૩.
શરીર શરીરનું કામ કરે છે ને આત્મા આત્માનું. બન્ને ભિન્ન-ભિન્ન સ્વતંત્ર છે. શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી જ થાય છે, એમાં માણસના હાથની વાત ક્યાં છે? આત્મામાં પણ રાગ ને જ્ઞાનના પરિણામ થાય છે તે, આત્મા પોતે કરે છે. ત્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બન્ને પદાર્થ સ્વતંત્ર છે, ત્યાં બહારનાં કામ કેટલાં સરેડે ચડાવ્યાં, આટલાં કર્યાં ને આટલાં છે – એ વાતને સ્થાન જ ક્યાં છે? ૮૪.
હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપભાવ છે, પણ દયા-દાન-પૂજા-ભક્તિ વગેરેનો શુભ રાગ પણ પરમાર્થે પાપ છે; કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે. અરે! પાપને તો પાપ સહુ કહે છે પણ અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. શ્રી યોગીન્દુદેવે કહ્યું છે ને —