૬૦
પ્રશ્નઃ — દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરાવવામાં આવે છે?
ઉત્તરઃ — દ્રવ્યમાં અર્થાત્ તેના ધ્રૌવ્યાંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણમતો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પર્યાય સર્વથા નથી જ — એમ નથી. પર્યાય છે, પણ તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, ‘નથી’ એમ કહીને, તેનું લક્ષ છોડાવી, દ્રવ્યનું — ધ્રુવ સ્વભાવનું — લક્ષ ને દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને — ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી, ભૂતાર્થ કહી, તેની દ્રષ્ટિ કરાવી છે; ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, ‘પર્યાય નથી, અસત્યાર્થ છે’ એમ કહી, તેનું લક્ષ છોડાવ્યું છે. જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય (ધ્રૌવ્ય) અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય (વસ્તુ) તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. ૯૬.
ભાઈ! એક વાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?’ એમ ડર નહિ, મૂંઝા નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ લાવ. સ્વભાવનો