મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ૯૭.
દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દ્રષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ૯૮.
અહાહા! આખી દુનિયા ભુલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દ્રષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયનાં મૂલ્ય શાં? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત ક્યાં રહી? અહાહા! એક વાર તો મડદાં ઊભાં થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતાં જ ઊછળીને અંતરમાં જાય એવી વાત છે. ૯૯.
ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ છે જ