૬૨
નહિ. કેવળી હો, સિદ્ધ હો, તે તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહ-ધન-સ્ત્રી-પુત્ર આદિ તો મારાં છે જ નહિ પણ રાગ પણ મારો નથી. જ્ઞાનસ્વરૂપ એકલો હું જ છું — એમ જોર આવવું જોઈએ.
પ્રશ્નઃ — હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે?
ઉત્તરઃ — જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે? એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૧૦૦.
જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે, પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તો તે બાહ્ય પદાર્થ ખસી જતાં ધર્મ પણ ખસી જાય. માટે ધર્મ એવો ન હોય. ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે થાય છે, આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનનાં દર્શન કરવા જાય ત્યાં એમ માની લે છે કે ‘અમે ધર્મ કરી આવ્યા’; કેમ જાણે