૬૪
કોઈ બાહ્ય ક્રિયા કરે, જાપ કરે, હઠયોગ કરે, તો તેનાથી તેને કદી પણ સહજ ચૈતન્યમય શુદ્ધાત્મસ્વભાવ પ્રગટે નહિ, ધર્મ થાય નહિ; ધર્મ તો આત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે. ૧૦૨.
અહો! અડોલ દિગંબરવૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા અને ચિદાનંદસ્વરૂપ આત્મામાં ડોલનારા મુનિવરો કે જેઓ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં મગ્ન થયા થકા ઝૂલે છે, તેમનો અવતાર સફળ છે. એવા સંત મુનિવરો પણ વૈરાગ્યની બાર ભાવના ભાવીને વસ્તુસ્વરૂપ ચિંતવે છે. અહા! તીર્થંકરો પણ દીક્ષા પહેલાં જેમનું ચિંતવન કરે છે એવી વૈરાગ્યરસથી રસબસતી આ બાર ભાવનાઓ ભાવતાં કયા ભવ્યને આનંદ ન થાય? અને કયા ભવ્યને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? ૧૦૩.
શ્રી અરિહંતદેવ અને તેમનાં શાસ્ત્ર એમ કહે છે કે — પ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ત્યાં પ્રીતિ કર ને અમારા પ્રત્યે પણ પ્રીતિ છોડી દે. તારો ભગવાન તો અંદર શીતળ – શીતળ ચૈતન્યચંદ્ર, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. ગગનમાં જે ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો