૪૭. સુરેન્દ્રો આવો....સ્વાધયાયમંદિરે ©તરો
સુરેન્દ્ર આવો ગગનના સ્વાધ્યાયમંદિરે ઊતરો;
ભગવાન શ્રી કુન્દકુન્દના જયનાદ ગજવો જગતમાં.
અધ્યાત્મમૂર્તિ ‘કહાન’ના જયનાદ ગજવો જગતમાં..... ૧.
ગુરુરાજ આપ પધારીને, સ્વાધ્યાય-દ્વાર ખોલાવિયાં;
કુન્દકુન્દકૃત સમયસારના જયનાદ ગાજ્યા જગતમાં.....સુરેન્દ્ર૦ ૨.
મા! તું અમારી સરસ્વતી, સ્થાપન થયું મા! તાહરું,
શી શી કરું તારી સ્તુતિ, તું જીવનદાત્રી ભગવતી.....સુરેન્દ્ર૦ ૩.
સત્યાર્થ વસ્તુ પ્રકાશકર, શાસન તણા સિંહ-કેસરી;
કુન્દકુન્દકૃત પ્રાભૃત તણી સરિતા વહાવી રાજવી.....સુરેન્દ્ર૦ ૪.
ભગવાન શ્રી કુન્દકુન્દ ને સમયસારજી દાતાર છો;
શાસ્ત્રો તણા મર્મજ્ઞ છો, સાક્ષાત્ શ્રી ગુરુકહાન છો.....સુરેન્દ્ર૦ ૫.
સંગીત મધુર રેલાવવા સ્વર્ગીય વાદ્યો સાથમાં,
આવો ગવૈયા સ્વર્ગના, સુવર્ણના મેદાનમાં.....સુરેન્દ્ર૦ ૬.
રે! આવજો, સહુ આવજો, ગ્રંથાધિપતિ-ગુણગાનમાં;
રે! આવજો, સહુ આવજો, ગુરુકહાનના સ્તુતિગાનમાં;
લઈ ભાગ આજ હોંશથી, જયવંત હોજો જીવનમાં.....સુરેન્દ્ર૦ ૭.
ભાગ્યે પધાર્યા ભરતમાં, (નિત્ય) ગુરુજી બિરાજ્યા સ્વર્ણમાં;
સાંનિધ્ય મળિયાં સંતનાં, અહો! ભવિક-તારણહારનાં.....સુરેન્દ્ર૦ ૮.
અદ્ભુત અનુપમ જ્ઞાન છે, ચિદરસભરી ગુરુવાણ છે;
મહિમાભર્યા ગુરુરાજ છે, ચિંતિત ફળ દાતાર છે.....સુરેન્દ્ર૦ ૯.
✽
[ ૬૨ ]