સારીકે અકાર તામેં રુદ્રરૂપ ચિંતવત,
મહાતમ મહાવૃત તામેં બહુ ભાસ હૈ;
ઐસો ‘ૐકાર’કો અમૂલ ચૂલ મૂલરસ,
બનારસિદાસજૂકે વદન વિલાસ હૈ. ૩.
✽
૪૯. સુમતિનાં દૈવીરુપ ૧૦૮ નામ
(રાગ – જો અતિ એકીભાવ ભયો માનો અનિવારી)
(દોહા)
નમૌં સિદ્ધિસાધક પુરુષ, નમૌં આતમારામ;
વરણોં દેવી સુમતિકે, અષ્ટોત્તરશત નામ. ૧.
(રોડક છંદ)
સુમતિ સુબુદ્ધિ સુધી સુબોધનિધિસુતા પુનીતા,
શશિવદની સેમુષી શિવમતિ ધિષણા સીતા;
સિદ્ધા સંજમવતી સ્યાદવાદિની વિનીતા,
નિર્દોષા નીરજા નિર્મલા જગત-અતીતા.
શીલવતી શોભાવતી, શુચિધર્મા રુચિરીતિ;
શિવા સુભદ્રા શંકરી, મેધા દ્રઢપરતીતિ. ૨.
બ્રહ્માણી બ્રહ્મજા બ્રહ્મરતિ બ્રહ્મઅધીતા,
પદમા પદ્માવતી વીતરાગા ગુણમીતા;
શિવદાયિનિ શીતલા રાધિકા રમા અજીતા,
સમતા સિદ્ધેશ્વરી સત્યભામા નિરનીતા.
[ ૬૪ ]