Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 95
PDF/HTML Page 73 of 103

 

background image
કલ્યાણી કમલા કુશલિ, ભવભંજની ભવનિ;
લીલાવતી મનોરમા આનંદી સુખખાનિ. ૩.
પરમા પરમેશ્વરી પરમમંડિતા અનંતા,
અસહાયા આમોદવતી અભયા અઘહંતા;
જ્ઞાનવતી ગુણવતી ગૌતમી ગૌરી ગંગા,
લક્ષ્મી વિદ્યાધરી આદિસુંદરી અસંગા.
ચન્દ્રાભા ચિંતાહરણિ, ચિદ્દવિદ્યા ચિદ્વેલિ;
ચેતનવતી નિરાકુલા, શિવમુદ્રા શિવકેલિ. ૪.
ચિદ્વદની ચિદ્રૂપકલા વસુમતી વિચિત્રા,
અર્ધંગી અક્ષરા જગતજનની જગમિત્રા;
અવિકારા ચેતના ચમત્કારિણી ચિદંકા,
દુર્ગા દર્શનવતી દુરિતહરણી નિકલંકા.
ધર્મધરા ધીરજધરનિ, મોહનાશિની વામ;
જગતવિકાશિની ભગવતી, ભરમભેદની નામ. ૫.
( ધત્તા છંદ )
નિપુણનવનીતા, વિતથવિતીતા, સુજસા ભવસાગરતરણી;
નિગમા નિરબાનિ, દયાનિધાની, યહ સુબુદ્ધિદેવી વરણી. ૬.
(બનારસીવિલાસ)
[ ૬૫ ]