૬૦. જિનવાણી જયવંત ત્રણ લોકમાં રે
ધન્ય દિવ્ય વાણી ૐકારને રે,
જેણે પ્રગટ કર્યો આત્મદેવ,
જિનવાણી જયવંત ત્રણ લોકમાં રે. ૧.
દ્વાદશાંગ વાણી મહાપાવની રે,
ત્રૈલોક્ય ઉજાળનહાર....જિનવાણી૦ ૨.
સ્યાદવાદ-અંકિત શાસ્ત્રો મહા રે,
સમયસાર પ્રવચનસાર....જિનવાણી૦
નિયમસાર પંચાસ્તિકાય....જિનવાણી૦ ૩.
સર્વાંગેથી દિવ્યધ્વનિ છૂટતી રે,
જેમાં આશય અનંત સમાય....જિનવાણી૦ ૪.
સુવિમલ વાણી વીતરાગની રે,
દર્શાવે શુદ્ધાત્મસાર....જિનવાણી૦ ૫.
શુદ્ધામૃત-પૂરિત સરિતા વહે રે,
વહે પૂર અનાદિ-અનંત....જિનવાણી૦ ૬.
માત! રત્નત્રયી દાતાર છો રે,
છો ભવસાગરની નાવ....જિનવાણી૦ ૭.
શિવમાર્ગ-પ્રકાશક ભારતી રે,
કરે કેવળજ્ઞાન-વિકાસ....જિનવાણી૦ ૮.
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનાં રે,
ગુરુ કહાન વરતાવે જયકાર....જિનવાણી૦ ૯.
જિન-ઉત્સવ અહો! વિધવિધના રે,
ગુરુકહાન-પ્રતાપે ઉજવાય....જિનવાણી૦
અમ અંતરિયાં ઉલસિત થાય....જિનવાણી૦ ૧૦.
[ ૭૮ ]