જિનવાણી-પ્રસંગ વિધવિધના રે,
ગુરુ ‘કહાન’ પ્રતાપે નિરખાય....જિનવાણી૦
ગુરુ ‘કહાન’ મહિમા છે મહાન....જિનવાણી૦ ૧૧.
મહામંગળમૂર્તિ ગુરુ માહરા રે,
અહો! મંગળ કાર્યો કરનાર....જિનવાણી૦
દેવ-શાસ્ત્ર-ગુરુ જયકાર....જિનવાણી૦ ૧૨.
✽
૬૧. શ્રી વીરજિનેન્દ્ર સ્તવન
મારા મંદિરિયામાં ત્રિશલાનંદ પધારિયા રે,
મારા હૈડામાંહી હર્ષ અતિ ઉભરાય,
રૂડા શ્રુતમંદિરિયે વીરપ્રભુજી પધારિયા રે...મારા૦ ૧.
ભારતના તીરથપતિ, ચોવીશમાં જિનરાય
ભરતે પધાર્યા ભાગ્યથી, ત્રણ ભુવનના નાથ.
જેને નીરખતાં જ ટળ્યા સંશય મુનિરાજના રે,
જેણે બાળવયે ફણીધર સહ ખેલ્યા ખેલ,
એવા સન્મતિદેવા આજ પધાર્યા આંગણે રે;
— એવા મહાવીરદેવા આજ પધાર્યા આંગણે રે...મારા૦ ૨.
ઉગ્ર તપસ્યા આદરી, વનમાંહી જિનરાજ;
ઉપસર્ગે નિશ્ચળ રહી, સાધ્યાં આત્મનિધાન.
વંદો વીરપ્રભુ અતિવીરપ્રભુ મહાવીરને રે,
જેની વીરતાના દેવેન્દ્રો ગુણ ગાય,
એવા વર્ધમાન જિનેન્દ્ર પધાર્યા આંગણે રે;
— એવા ત્રિલોકી ભગવાન પધાર્યા આંગણે રે...મારા૦ ૩.
[ ૭૯ ]