કેવળ જ્યોતિ ઝળહળે, છૂટે મધુરા નાદ;
અંતર-બાહિર લક્ષ્મીથી, સુશોભિત જિનરાજ.
આજે વીરપ્રભુને રત્નોથી વધાવીએ રે,
પ્રભુને પૂજવાને આવે સુરનાં વૃંદ,
એવા વિશ્વદિવાકર દેવ પધાર્યા આંગણે રે...મારા૦ ૪.
આવો વીરજિનેન્દ્ર પધારો મારે મંદિરે રે,
પંચ-પરમશ્રુત-અક્ષરરત્ન જડ્યાં મુજ મંદિરે રે.
જેમાં ગુંજી રહ્યા છે મુક્તિ કેરા માર્ગ,
(જેમાં ગુંજી રહ્યા છે ૐધ્વનિના નાદ,)
એવાં પરમાગમ-મંદિર સ્થપાયાં આંગણે રે;
પાવન શોભી રહ્યાં જ્યાં કુંદચરણ અભિરામ,
એવાં મહિમાયુત શ્રુતમંદિર મારે આંગણે રે....મારા૦ ૫.
ભરતે વીરપ્રભુનું શાસન જયવંત શોભતું રે,
પ્રગટ્યા કુંદકુંદ-અમૃત-પદ્માદિક ગુરુકહાન,
જેણે વીરશાસનને અનેરા રંગ ચડાવિયા રે...મારા૦ ૬.
કુંદામૃત શાસ્ત્રો રચ્યાં, અણમૂલાં એ રત્ન;
ગુરુકહાને સમજાવિયાં, ખોલ્યા ઊંડા મર્મ.
કહાનગુરુએ આખા ભારતને ડોલાવિયું રે,
ગુરુને અંતર ઉલસ્યાં શ્રુત તણાં નિધાન,
જેના વદનકમળથી અમૃતરસ વરસી રહ્યા રે;
— એવા સંતજનોની મહિમા કેમ કથાય,
નિત્યે દેવ-ગુરુ ને શાસ્ત્ર વસો મનમંદિરે રે...મારા૦ ૭.
✽
[ ૮૦ ]