૬૨. આજ દિવ્યધવનિ છૂટી
(રાગ – પ્રભુ પાવન કરોને મારું આંગણું રે)
આજ દિવ્યધ્વનિ છૂટી વીરમુખથી રે,
આજ ૐધ્વનિ છૂટી વીર મુખથી રે,
અનંત જીવોના તારણહાર.....આજ૦
સહુ મહોત્સવ કરીએ આજ.....આજ૦ ૧.
આજ ઇંદ્રોના ટોળાં ઊતર્યાં રે,
આજ ભરતક્ષેત્રની માંહી.....આજ૦ ૨.
ૠજુવાલિકાએ શુક્લધ્યાન આદર્યું રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન.....આજ૦ ૩.
પ્રભુ સમોસરણ-રચના બની રે,
ભવ્યો જુએ ધ્વનિની વાટ.....આજ૦ ૪.
આજ પાત્ર ગૌતમજી પધારિયા રે,
પ્રભુ દિવ્યધ્વનિના છૂટ્યા ધોધ.....આજ૦ ૫.
વિપુલાચલે સમોસરણ જામિયા રે,
શ્રેણિક-રાજાની રાજધાની માંહી.....આજ૦
રૂડી રાજગૃહી નગરી માંહી.....આજ૦ ૬.
પ્રભુ! ગગને વાજિંત્રો વાગિયાં રે,
ગાજ્યા ત્રણ ભુવનમાં નાદ.....આજ૦ ૭.
આજ દિવ્યધ્વનિના ધોધ ઉછળ્યા રે,
આજ ૐકાર નાદો ગાજિયા રે,
જાણે ઊછળ્યો સમુદ્ર અગાધ.....આજ૦ ૮.
[ ૮૧ ]