ચાર તીર્થ ધ્વનિરસે તરબોળ થયાં રે,
ગણધર – મુનિ – શ્રાવકનાં થયાં વૃંદ.....આજ૦
આત્મ-આનંદમાં નાચી ઊઠ્યા આજ.....આજ૦ ૯.
સાક્ષાત્ જિનેન્દ્ર ભરતમાં બિરાજતા રે;
દિવ્ય ધ્વનિની વર્ષા થાય.....આજ૦
ધન્ય ધન્ય તે દિન ને રાત.....આજ૦ ૧૦.
વીરપુત્ર એવા કહાનગુરુ પાકિયા રે,
જેણે સુણાવ્યા ૐનાં સ્વરૂપ.....આજ૦ ૧૧.
અદ્ભુત રચના રચી કહાનગુરુએ રે,
ખોલ્યા દિવ્યધ્વનિનાં રહસ્ય.....આજ૦ ૧૨.
દેવ-ગુરુની સેવા હૃદયે વસો રે,
વસો વસો પ્રભુ! એ ત્રિકાળ આજ૦ ૧૩.
✽
૬૩. વીરપ્રભુ સિદ્ધ થયા છે
(રાગ – ભેટે ઝૂલે છે તલવાર)
નિર્વાણમહોત્સવ દિન આજ,
વીરપ્રભુ સિદ્ધ થયા છે;
વીર જિનેશ્વર સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન,...વીર૦ ૧.
સમશ્રેણી પ્રભુ પાવાપુરીમાં,
મુક્તિમાં બિરાજ્યાં નાથ,...વીર૦ ૨.
અનાદિ દેહનો સંબંધ છૂટીને,
ચૈતન્યગોળો છૂટ્યો આજ,...વીર૦ ૩.
[ ૮૨ ]