યોગ-વિભાવનું કંપન છૂટ્યું,
અનંત અકંપતા આજ,...વીર૦ ૪.
અનંત અનંત ગુણપર્યાયે પરિણમ્યા,
પ્રગટ્યો અગુરુલઘુ મહાન,...વીર૦ ૫.
પુનિત પગલાં કાલ હતાં ભરતમાં,
આજે થયા ચિદ્દબિંબ,...વીર૦ ૬.
કાલે વીરજી અરિહંત હતા,
આજે સિદ્ધ ભગવાન,...વીર૦ ૭.
ભરતક્ષેત્રે પાવાપુરીમાં,
સ્મરણ વીરનાં થાય,...વીર૦ ૮.
દેવદેવેંદ્રો પાવાપુરીમાં ઊતર્યા;
નિર્વાણમહોત્સવ કાજ,...વીર૦ ૯.
વિરહ પડ્યા આ ભરતક્ષેત્રમાં,
ત્રિલોકીનાથના આજ,...વીર૦ ૧૦.
હે વીર! હે વીર! ભરતક્ષેત્રમાં,
સેવક કરે તને સાદ,...વીર૦ ૧૧.
સિદ્ધમંદિરે નાથ બિરાજ્યા,
શાસનમાં જાગ્યા કોઈ સંત,..વીર૦ ૧૨.
સાદ સાંભળ્યો સેવક તણો એ,
જાગ્યા કુંદ - કહાન સંત,...વીર૦ ૧૩.
કુંદકુંદ-અમૃતાદિ-કહાનગુરુ પાકિયા
શાસનના રક્ષણહાર,...વીર૦ ૧૪.
[ ૮૩ ]