Hoon Parmatma (Gujarati). Pravachan: 16.

< Previous Page   Next Page >


Page 91 of 238
PDF/HTML Page 102 of 249

 

background image
પરમાત્મા] [૯૧
[પ્રવચન નં. ૧૬]
દેહદેવાલયમાં બિરાજમાન નિજ પરમાત્માને દેખ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૬-૬૬]
तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि–वुत्तु ।
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તીર્થ-મંદિરે દેવ નહિ-એ શ્રુતકેવણી વાણ;
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
ખરેખર શરીર જ તીર્થ અને મંદિર છે, કેમકે આત્મા તેમાં વસે છે. બાહ્ય
મંદિરમાં આત્મા વસતો નથી. પ્રતિમામાં આત્મા નથી. તેમ સાક્ષાત્ ભગવાનમાં પણ
આ આત્મા નથી. આ આત્માને જોવો અને જાણવો હોય તો એ આ શરીરરૂપી તીર્થ
અને મંદિરમાં જ દેખાશે. આ આત્મા કાંઈ ભગવાન પાસે નથી. પ્રશ્નઃ-ભગવાન પાસે
આત્માનો નમૂનો તો છે ને?-કે આ આત્મા ત્યાં છે કે અહીં? આ આત્મા અહીં છે, તો
તેનો નમૂનો પણ અહીં જ છે.
જુઓ, આ વાસ્તવિક તત્ત્વ! ભગવાનની પ્રતિમા છે ત્યાં ઇ કાંઈ ભાવનિક્ષેપ
નથી. ઈ તો સ્થાપનાનિક્ષેપ છે. શરીરરૂપી તીર્થમાં જ ભગવાન બિરાજે છે. અમારું
મંદિર...અમારું મંદિર. પણ એલા, મંદિરમાં તારો ભગવાન ક્યાં છે? તારો ભગવાન તો
તારામાં છે. શ્રુતકેવળી આમ કહે છે કે આ દેહદેવાલયમાં ભગવાન બિરાજે છે. આમ
કહીને સિદ્ધ કરે છે કે તારામાં જોવાથી તને આત્મા મળશે. મંદિરના ભગવાન સામે
જોવાથી તારો આત્મા નહિ મળે. મંદિરમાં તો ભગવાન કેવા હોય, કેવા હતા તેનું
પ્રતિબિંબ છે. તેનાથી પર પરમેશ્વરનું સ્મરણ થાય પણ પોતાનો આત્મા ન દેખાય.
સાક્ષાત્ ભગવાન સામે જોવાથી પણ આ ભગવાન ન દેખાય.
શાસ્ત્રોના વાક્યથી જ્ઞાન થાય? અરે! ધૂળમાંય ન થાય. પર સંબંધી જ્ઞાન થાય
તે પણ તારા પોતાથી થાય છે, પોતાના ઉપાદાનથી થાય, નિમિત્તથી નહિ. ભગવાન
આવા હતા એમ સ્મરણ થાય એમાં પણ ઉપાદાન તો પોતાનું જ છે. આટલી વાત
અહીં સિદ્ધ કરવી છે.
ભગવાન નથી ગૂફામાં, નથી પર્વત-નદીમાં, નથી મંદિરમાં ક્યાંય બહારમાં
ભગવાન નથી તો મંદિરને વાસ્તવિક મંદિર કેવી રીતે કહેવાય? વાસ્તવિક મંદિર તો
દેહમંદિર છે જેમાં ખરેખર પોતાનો ભગવાન બિરાજે છે. જિનપ્રતિમા તો શુભમાં-
નિમિત્ત તરીકે ભગવાન કેવા હતા તેમ તેનાથી સ્મરણ થાય પણ ત્યાં ભગવાન ક્યાં
હતા? સમ્યગ્દર્શન-જ્ઞાન તો અંતર દ્રષ્ટિ કરશે ત્યારે થશે, એ વાત પછી લેશે. અહીં તો
એટલી વાત છે કે અનંતકાળમાં