Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 92 of 238
PDF/HTML Page 103 of 249

 

background image
૯૨] [હું
જેટલા આત્મા મોક્ષ પામ્યા કે સમ્યગ્દર્શન પામ્યા તે અને વર્તમાનમાં પણ જેટલા પામે
છે અને ભવિષ્યમાં પણ જેટલા પામશે તે બધા અંતરદ્રષ્ટિથી જ થયા છે, થાય છે ને
થશે. આત્માનું સ્મરણ તો ત્યારે થાય કે પહેલાં તેનો અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા
થાય. પહેલા વિચાર તો આવે. સમ્મેદશિખર ને શત્રુંજય બધાં તિર્થક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર
તો ભગવાન કેવા હતાં તેના સ્મરણમાં નિમિત્ત થાય છે, આત્માના સ્મરણમાં નહિ. તો
પછી મંદિર શું કામ કરાવે છે?-કે ઈ તો ભગવાનના સ્મરણ માટે છે.
આ આત્મા અનંત જ્ઞાન-દર્શન સંપન્ન છે. જેટલા મોક્ષ પામ્યા છે તે અંતરથી
પામ્યા છે. વર્તમાનમાં પામે છે તે પણ અંદર જોવાથી અને હવે પામશે એ પણ અંતરમાં
જોવાથી પામશે. પહેલાં બહાર જોવાથી મોક્ષ પામ્યા અને હવે પામશે એ અંતર જોવાથી
પામશે એમ નથી. આત્માની વિચારધારા-અવગ્રહ ક્યારે પ્રગટે? અંતરમાં જુએ ત્યારે
પ્રગટે ને? આત્માની પ્રાપ્તિ તો આત્મા સામે જોવાથી થાય કે પર સામે જોવાથી થાય?
ભાઈ! ઈ તો અંતરમાં દેખવાથી જ જણાય એવો છે. માટે જ આ દેહ જ દેવાલય છે,
જ્યાં જોવાથી આત્મા પ્રગટ થાય. બીજા દેવળમાં જોવાથી આત્મા ન પ્રગટ થાય.
ભગવાન કેવા હતા તેના સ્મરણનું માત્ર નિમિત્ત મંદિરો છે અથવા તો જ્યાંથી
ભગવાન નિર્વાણ પામે ત્યાં મંદિર હોય પણ તેનાથી કાંઈ આત્મા પ્રગટ થઈ જાય!? એ
તો એક શુભભાવ હોય ત્યારે સ્મૃતિમાં આવે પણ એ સ્મૃતિને પાછી વાળવી છે
અંતરમાં. બહાર જોયે આત્મપ્રાપ્તિ થઈ હોય એવું ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં
બનતું નથી અને ભવિષ્યમાં બનવાનું નથી.
હવે કહે છે કે દેવાલયમાં સાક્ષાત્ દેવ નથી, પરોક્ષ વ્યવહાર દેવ છે. ભગવાનની
પ્રતિમા છે જ નહિ એમ માને તોપણ મૂઢ છે અને તેનાથી આત્માની પ્રાપ્તિ થાય એમ
માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના
શુભભાવરૂપ વ્યવહાર હોય જ.
देहा–देवलि देउ जिणु जणु देवलिहि णिणइ ।
हाउस महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।। ४३।।
તન મંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩.
કેવળ જ્ઞાનની સ્તુતિ કેમ થાય? એમ કુંદકુંદાચાર્ય પાસે પ્રશ્ન થયો ત્યારે
આચાર્યદેવે કહ્યું અંતરમાં બેઠેલાં ભગવાનને અતીન્દ્રિય જ્ઞાન વડે જાણે અને અનુભવે
ત્યારે કેવળજ્ઞાનની સાચી સ્તુતિ થાય.
અજ્ઞાની મંદિરમાં દેવ પાસે જઈને ભગવાન પાસે શિવપદ માગે છે પણ એલા
તારું શિવપદ ત્યાં છે કે તારી પાસે છે? જ્ઞાની તો જાણે છે કે મારું શિવપદ મારી પાસે
છે પણ