આત્મામાં અનાદિ અનંત એક પ્રકાશ નામનો ગુણ છે, જેનાથી આત્મા પ્રત્યક્ષ થાય.
પરોક્ષ ન રહે. ૪૭ શક્તિમાં આ ‘પ્રકાશ’ નામની ૧રમી શક્તિ છે. સીધો પ્રત્યક્ષ થઈને
પોતે પોતાને જાણે એવો આ ગુણ છે. પોતાને જાણીને પોતામાં-નિજ આત્મામાં રહેવું તે
જ આત્માનું ઘર છે. પોતાનું જ્ઞાન જ પોતાના વસ્ત્ર છે. નિજ આત્મિક રસ એ જ
પોતાનું ભોજન છે. અને આત્મિક શૈયા એ જ જ્ઞાનીની શૈયા છે. આવી રીતે આત્માને
પ્રત્યક્ષ જાણીને જે વેદે છે તે સંસારથી મુક્ત થાય છે માટે પોતે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદન
કરવું તે જ મુક્ત થવાની વિધિ છે, એ સિવાય મુક્તિની બીજી કોઈ વિધિ નથી.
આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં
સિદ્ધદશા તો નથી, તો સિદ્ધનું ધ્યાન કેમ હોય! જૂઠ-મૂઠ
છે; અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં
મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન
આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે.