એને આત્માનું કાંઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને
તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।। ५७।।
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાન-
કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય
સમ્યગ્જ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી
સમ્યગ્દ્રષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની
કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન
શકે. કેમ કે શરીરની ક્રિયા વડે કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ
શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન
પ્રાપ્ત થાય.
ગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ,
કર્મ, પુદ્ગલ આદિ બધાંને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય
છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ
જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને
એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.