Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 116 of 238
PDF/HTML Page 127 of 249

 

background image
૧૧૬] [હું
માટે કહે છે કે સામાન્યગુણે આકાશ આદિ બધાં દ્રવ્યો સમાન છે પણ વિશેષગુણે કરીને
દરેક દ્રવ્યમાં તફાવત છે.
આકાશ આદિ ચાર જડ દ્રવ્યો પણ શુદ્ધ છે અને આત્મા ચેતનસ્વભાવી પણ શુદ્ધ
છે. આકાશ આદિ દ્રવ્યોને શુદ્ધતા છે તે પ્રાપ્ત કરવાની નથી, પ્રાપ્ત જ છે, પણ જેને
શુદ્ધતા પ્રગટ કરવી છે તેવા જીવે પોતાના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર
થઈને શુદ્ધતાનો અનુભવ કરવો એ જ નિર્વાણનો માર્ગ છે.
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી હોવાથી, ચેતનપણે જાગ્રત થઈને ચેતનાનો
અનુભવ કરવો તે જ પોતાની મુક્તિનો ઉપાય છે.
હવે ૬૦ મી ગાથામાં કહે છે કે પોતાની અંદર જ મોક્ષમાર્ગ છે.
णासग्गि अबि्ंभंतरह जे जोवहिं असरीरु
बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी–खीरु ।। ६०।।
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦.
જે જ્ઞાની નાસિકાદ્રષ્ટિ રાખીને એટલે કે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જ્ઞાનાનંદસ્વભાવી,
અશરીરી પોતાના આત્માને દેખે છે, ધ્યાવે છે તેને ફરી આવાં લજ્જાજનક જન્મો કરવા
પડતાં નથી.
નાસિકાદ્રષ્ટિ એટલે અંતરમાં જે મુખ્ય વસ્તુ છે તેના ઉપર દ્રષ્ટિ રાખીને શરીર
રહિત-અશરીરી, શુદ્ધ કુંદન સમાન નિર્મળ પોતાના આત્માને જે ધ્યાવે છે, અનુભવે છે
તે મોક્ષમાર્ગી છે. જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરવા
અત્યંતર દ્રષ્ટિનું સાધન કરે તેને ફરી બીજી માતાની કુંખે અવતરીને માતાનું દૂધ પીવું
નહિ પડે.
ચૈતન્યબિંબને અગ્ર કરીને-મુખ્ય કરીને તેનું અંતર ધ્યાન કરે તે અંતરનો
મોક્ષમાર્ગ છે, તે જ સાચો-વાસ્તવિક મોક્ષમાર્ગ છે. વિકલ્પમાં કે નિમિત્તમાં કે મજબૂત
શરીરના સંહનનમાં મોક્ષમાર્ગ ખરેખર નથી.
વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ લઈ જવી તેને અહીં નાસાગ્રદ્રષ્ટિ કહી છે. પૂર્ણ
આનંદ તે આત્માનું નાક છે, તેના લઈને આત્મા નભી રહ્યો છે, માટે તેના ઉપર દ્રષ્ટિ
મૂકવાનું કહ્યું છે. લોકો મોટી આબરૂને પોતાનું નાક કહે છે. અહીં કહે છે કે આત્માની
મોટી આબરૂ ‘કેવળજ્ઞાન’ તે આત્માનું નાક છે. કેવળજ્ઞાનરૂપી નાકનો આત્મા ધણી છે.
શું એની મહિમા!! કેવળજ્ઞાનીની વાણીમાં ન આવી શકે એટલું આત્માનું જ્ઞાન છે,
એટલી શાંતિ છે અને એવું અનંતુ બળ આદિ બધા ગુણો વાણીમાં ન આવી શકે
એટલાં મહાન છે. અનંતી અનંતી અનંતી આત્મિકશક્તિ તે આત્માનું નાક છે. આત્મા
જેવી બીજી ચીજ કેવી? એની શું