અલ્પકાળમાં નિર્વાણ પામે. આવો અંતરનો માર્ગ છે. બહાર શોધવા જવો પડે તેમ નથી.
આત્માના સામર્થ્યની શી આબરૂ! જે વસ્તુસ્વભાવમાં જન્મ-મરણ નથી તેનું ધ્યાન
કરનારના જન્મ-મરણ પણ ટળી જાય છે.
શરીરપ્રમાણ બિરાજિત એટલે કે શરીર જેટલાં ક્ષેત્રમાં રહેલો-જેટલાં ક્ષેત્રમાં શરીર છે
એટલાં જ ક્ષેત્રમાં બિરાજમાન આત્માને અંતર સૂક્ષ્મ ભેદવિજ્ઞાનદ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન
કરે, રાગથી ભિન્ન વીતરાગ તત્ત્વને રાગ, સંયોગ, નિમિત્ત અને વિકલ્પ આદિરૂપ
આંખ બંધ કરીને જોવાનો વારંવાર પ્રયત્ન કરે, વિકલ્પની વૃત્તિનો નાશ કરી અંતર
નિર્વિકલ્પ તત્ત્વમાં ટગટગી લગાવે, તેમાં એકાકાર થાય તેને તે અભ્યંતર મોક્ષનો ઉપાય
છે. બહારમાં મોક્ષમાર્ગ નથી. અંતરમાં મોક્ષમાર્ગ છે. પ્રવચનસારમાં પણ કહ્યું કે અરે!
બહારમાં મોક્ષનું સાધન શોધવા શા માટે જાવ છો? તમારું સાધન તમારાં અંતરમાં છે.
વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે તેના તરફ લક્ષ આપતો નથી.
અંતરના ધ્યાનની ક્રિયા છે. બહારની ક્રિયા વિકલ્પ આદિ તો બધાં દૂર રહી જાય છે.
વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. અભ્યંતર મોક્ષમાર્ગ પોતાની પાસે
છે અને પોતે કરી શકે છે. નિશ્ચય સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ સાચો મોક્ષમાર્ગ છે.
છો, તું શુદ્ધ છો, તું અનાદિથી રખડયો છો, એમ સમજાવીને આત્મા પોતે જ પોતામાં
ઠરે છે માટે આત્મા જ પોતાનો સાચો ગુરુ છે. આત્મા ગુરુ અને તેની પર્યાયરૂપી પ્રજા
તે તેની શિષ્ય છે. પર્યાય આત્મદ્રવ્યનો વિનય કરે છે. આત્મા અને પર્યાય ગુરુ-શિષ્ય
છે. આત્મા અને પર્યાયનાં નામભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ છે,
અને પ્રદેશભેદે બન્ને અભેદ છે. દ્રવ્ય ધર્મ કાયમી અસલી ધર્મ છે અને પર્યાય ક્ષણિક
ધર્મ છે. દ્રવ્યગુરુનો આધાર લઈને પર્યાયરૂપી શિષ્ય કામ કરે છે.