પરમાત્મા] [૧પ૯
આ આત્મા ઉત્તમ બ્રહ્મચર્યગુણનો ધારી છે નિરંતર પોતાના બ્રહ્મભાવમાં લીન
રહે છે. ઉત્તમ બ્રહ્મસ્વરૂપ તો આત્મા અનાદિ અનંત છે જ પણ તે બ્રહ્મસ્વરૂપમાં લીન
થવું તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહારધર્મ છે.
હે જીવ! આ રીતે તું દશલક્ષણધર્મથી તારું સ્વરૂપ વિચાર અથવા તો બીજા દશ
ગુણોથી તારું સ્વરૂપ વિચાર!
આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંત
દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય અને અનંત સુખ-
આવા દશ વિશેષણોથી સહિત છે. પરમાત્મસ્વરૂપ છે.
એક એક ગુણની વ્યાખ્યા કરતાં મુનિરાજ કહે છે કે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી
હોવા છતાં આત્મજ્ઞ અને આત્મદર્શી છે. આમ ભેદથી આત્માનું સ્વરૂપ વિચારવું. આત્મા
સર્વને જાણવા-દેખવાવાળો હોવા છતાં, છે એ આત્મજ્ઞ અને આત્મદર્શી. આત્મજ્ઞ તે જ
સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે આત્મજ્ઞ છે. એવું નથી કે સર્વજ્ઞ કહેતાં તેમાં પરનું
જાણવાપણું આવ્યું માટે વ્યવહાર છે, પણ સર્વજ્ઞત્વ એ આત્માનો સ્વભાવ જ છે. જ્ઞેયની
અપેક્ષાએ તેને સર્વજ્ઞ કહેવાય છે અને પોતાની અપેક્ષાએ તેને જ આત્મજ્ઞ કહેવાય છે.
શુદ્ધ સમ્યગ્દર્શનનો ધારી થઈને આત્મા નિરંતર આત્મપ્રતીતિમાં વર્તમાન છે.
જ્યારે જ્ઞાની પૂર્ણસ્વરૂપની પ્રતીતિ કરે છે ત્યારે પ્રતીતમાં એમ આવે છે કે આત્મા તો
ત્રિકાળ પ્રતીતમાન જ છે. વળી, સર્વ કષાયભાવોના અભાવથી આત્મા
વીતરાગચારિત્રથી વિભૂષિત છે. જ્યારે વીતરાગચારિત્ર પર્યાયમાં અંશે પ્રગટ થાય ત્યારે
અનુભવમાં આવે છે કે આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ જ છે.
અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મામાં એકાગ્ર થઈને પર્યાયમાં આનંદનું દાન દેવું તે
યથાર્થ દાન છે. મુનિરાજને આહારદાન આપવું તે તો શુભરાગ છે. ખરેખર તો આત્મા
એક રજકણને પણ દઈ શકતો નથી કે લઈ શકતો નથી. કારણ કે રજકણનો સ્વામી
આત્મા નથી. રજકણનો ફેરફાર થવો તે તો જડની રમત છે. અનુભવપ્રકાશમાં
દીપચંદજી કહે છે કે ખાવું, પીવું, દેવું-લેવું, હલન-ચલન બધી જડની ક્રિયા છે. આ
દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં મોટા પ્રખ્યાત દિગંબર ગૃહસ્થ પંડિત હતાં.
પહેલાં તો પંડિત પણ સાધર્મી સમ્યગ્જ્ઞાની હતા.
એ દીપચંદજી લખે છે કે-નર-નારકાદિ પર્યાય, વૈભવ આદિ બધું પુદ્ગલનું
નાટક છે રાંધવું, ખાવું, પીવું, કમાવું એ બધું પુદ્ગલનો અખાડો છે, એ આત્માનું કાર્ય
નથી તેમાં હે ચિદાનંદ! તું રાચી રહ્યો છે તે તને શોભતું નથી.
જેમ સર્પ કરડે બીજાને અને ઝેર ચડે કોઈ બીજાને એમ બનવું અશક્ય છે, તેમ
હે ચેતન! આ ખાય-પીએ, તેલનું મર્દન કરે એ બધું કરે જડ અને તું એમ માને કે મેં
ખાધું, મેં પીધું, મેં ભોગવ્યું એ શું સાચું છે?
રસ્તા ઉપર ચાલ્યો જતો માણસ રસ્તાની કે બજારની વસ્તુને પોતાની માની લે
તો તે