પરમાત્મા] [૧૬૧
અરે! આ મનુષ્યદેહની સ્થિતિ ક્યારે પૂરી થશે એ પોતાને ખબર છે? એની
ચિંતા કરને ભાઈ! પરની ચિંતા કરવા ક્યાં રોકાયો?
અહીં તો કહે છે કે શુદ્ધ ચૈતન્ય વીતરાગ ચારિત્રમયી શાંત સ્વરૂપ નિજ
આત્માની દ્રષ્ટિ કરી તેમાં સ્થિરતા કરતાં જે ચારિત્ર પ્રગટ થાય છે તે આત્મા જ છે.
કારણ કે નિર્મળ પર્યાય આત્મા સાથે અભેદ છે. મહાવ્રતાદિના ભાવરૂપ વ્યવહારચારિત્ર
છે તે આત્મા નથી કારણ કે તે તો રાગ છે તે આત્મા સાથે અભેદ નથી.
આત્મા જ સંયમ છે, આત્મા જ શીલ છે, આત્મા જ તપ છે અને આત્મા જ
ત્યાગ છે. કારણ કે આત્માના સ્વભાવમાં રમણતાં થતાં નિશ્ચયનયથી મોક્ષના સર્વ
સાધન પ્રગટ થઈ જાય છે.
વ્યવહારનયથી સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા અને સાત તત્ત્વોની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે પણ એ તો શુભરાગરૂપ છે, નિશ્ચયથી તો નિર્મળ વીતરાગસ્વરૂપ
આત્માની શ્રદ્ધા-રુચિ કરતાં પર્યાયમાં જે નિર્મળ આનંદ પ્રગટ થાય છે તે યથાર્થ
સમ્યગ્દર્શન છે અને તે જ આત્મા છે કારણ કે નિર્મળ પર્યાય આત્માથી ભિન્ન નથી.
નિશ્ચયથી પોતાના જ્ઞાનમાં પોતાનો શુદ્ધસ્વભાવ ઝલકવો-શુદ્ધસ્વભાવનું થવું તે
સમ્યગ્જ્ઞાન છે અને શુદ્ધસ્વરૂપમાં રમણતા કરતાં જે નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય
તે સમ્યક્ચારિત્ર છે. એ સમ્યક્ રત્નત્રયધારી સાધુને મહાવ્રતાદિનો જે શુભરાગ આવે છે
તે તેમનું વ્યવહારચારિત્ર છે.
પાંચ ઇન્દ્રિય તથા મનનો નિરોધ કરવો અને છકાય જીવની રક્ષા પાળવાનો
ભાવ થવો તે વ્યવહારસંયમ છે અને નિશ્ચયથી પોતાના શુદ્ધસ્વભાવમાં સ્થિર રહેવું,
બહાર રાગ-દ્વેષ ન કરવો તે આત્માનો સંયમધર્મ છે.
વ્યવહારથી મન વચન-કાયાથી કૃત-કારિત-અનુમોદના એમ નવપ્રકારે
કામવિકારને ટાળવો તે બ્રહ્મચર્ય છે અને નિશ્ચયથી પોતાના બ્રહ્મ નામ આનંદસ્વરૂપ
નિજ આત્મામાં ચરવું એટલે રમવું તે બ્રહ્મચર્ય છે.
પંચમકાળ છે તોપણ વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે, તેમાં કોઈ કાળે ફેર
પડતો નથી. નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું જ યથાર્થ છે. વ્યવહાર તો માત્ર
જાણવા લાયક છે. પંચમ-આરામાં થઈ ગયેલાં યોગીન્દ્રદેવ વનવાસી દિગંબર સંત
વસ્તુનું સ્વરૂપ આમ બતાવી રહ્યાં છે. કે આત્માની પ્રતીત-જ્ઞાન અને સ્થિરતા તે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પાંચમાં આરામાં પણ સંતો આત્મા... આત્મા...આત્માનો
પોકાર કરી રહ્યાં છે.
નિશ્ચયથી એક શુદ્ધ નિજ આત્મામાં તપવું તે તપ છે. દેહની ક્રિયાથી તપ નથી કેમ
કે તે જડ છે, તેમ પુણ્ય-પાપ ભાવથી પણ તપ નથી કેમ કે તે તો આત્મા છે, તે આત્માનું
નિજસ્વરૂપ નથી. ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ...શાશ્વત ચૈતન્ય ધ્રુવ તત્ત્વમાં લીન થવું તે તપ છે. બાકી
બધો વ્યવહાર-તપ શુભરાગ છે. આત્મિક પ્રકાશ કરનારો તો નિશ્ચય તપ જ છે.
પોતાના આત્માનો સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન અનુભવ કરવો તે
નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આમ આત્મસ્થ રહેવું તે જ નિશ્ચય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, તપ
અને ત્યાગ છે. તેને માટે