૧૬૮] [હું
જ્ઞાનસ્વરૂપ આત્માની જે જ્ઞાન-પર્યાય પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે તે
સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. તે તો પરસત્તાવલંબી જ્ઞાન છે. આ તો
સ્વસત્તાવલંબી થઈને જે પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેમાંથી જે જ્ઞાનની પર્યાય પ્રગટ
થાય છે તે સાચું જ્ઞાન છે-પોતાનું જ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે સમ્યક્ચારિત્ર કોને કહેવું? તો
કહે છે કે વારંવાર આત્માની ભાવના કરવી તેનું નામ સમ્યક્ચારિત્ર છે. ભગવાન
આત્મા શુદ્ધ પૂર્ણાનંદ, અતીન્દ્રિય આનંદનો કંદ એકરૂપ વસ્તુ છે, તેની દ્રષ્ટિ-જ્ઞાન કરીને
વારંવાર તેમાં લીનતા કરવી તે યથાર્થ ચારિત્ર છે.
જેમ અભેદ-અખંડ-એકરૂપ આત્મા દ્રષ્ટિ-જ્ઞાનમાં લીધો છે એવા જ આત્મામાં
સ્થિરતા કરવી-લીનતા કરવી-ઠરવું-ચરવું એટલે અતીન્દ્રિય આનંદનો ચારો કરવો,
અનુભવ કરવો તેનું નામ ભગવાન ચારિત્ર કહે છે. તે જ સાચું અને પવિત્ર ચારિત્ર છે.
અસંખ્યપ્રદેશી આત્મા ક્ષેત્રથી ગમે તેટલો હોય પણ ભાવથી તે મહાન છે. એ
અનંત ગુણસ્વરૂપ ભાવમાં લીનતા કરવી તે ચારિત્ર છે. આ ચારિત્ર જ ખરેખર મોક્ષનો
માર્ગ છે અને એ ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન છે. માટે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
એ મોક્ષમાર્ગ છે.
ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે. આ ગુણોનું સ્વભાવ-પરિણમન થવું તે
દ્રવ્યનો ધર્મ છે-દ્રવ્યની પર્યાયનો ધર્મ છે. પરિણમન શક્તિથી પર્યાયનું પરિણમન થાય છે. એ
દ્રવ્યનો પર્યાયધર્મ છે. તે વ્યવહારનયનો વિષય છે. તેથી તે આશ્રય કરવા લાયક નથી.
વ્યવહારનો વિષય જ નથી એમ નથી, વિષય તો છે પણ તે આદરવા યોગ્ય નથી.
ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિની પર્યાયો આશ્રય કરવા લાયક નથી માટે
જ તેને વ્યવહાર કહ્યો છે. પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહેલ છે અને અભૂતાર્થ કહેલ
છે અને દ્રવ્યના પૂર્ણ ધ્રુવ સ્વરૂપને મુખ્ય કરીને નિશ્ચય અને ભૂતાર્થ કહ્યો છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગની પર્યાય પણ છે. પર્યાય જ નથી, પરિણમન
નથી એમ માને તો તો મોક્ષમાર્ગનો જ અભાવ થઈ જાય, પણ એમ નથી. પર્યાય છે
પણ તેનું લક્ષ કરવાથી જીવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી તેને ગૌણ કરીને વ્યવહાર
કહ્યો છે, અભૂતાર્થ કહ્યો છે અને ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને, તેનો આશ્રય લેતાં
પ્રયોજન સિદ્ધ થાય છે માટે તેને ભૂતાર્થ કહ્યો છે.
જીવનું પ્રયોજન શાંતિ અને આનંદ છે, તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પ્રગટ થાય છે.
ભગવાન આત્મા અનાદિ અનંત, સ્વતઃસિદ્ધ વસ્તુ છે. જન્મ-મરણ રહિત છે.
જગતમાં સંખ્યાએ અનંત જીવો છે તે દરેક જાતિ-અપેક્ષાએ સમાન છે. બટેટાની એક
કટકીમાં અનંત જીવો છે. અત્યાર સુધીમાં જેટલાં સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવો
એક-એક કટકીમાં છે. સ્વભાવે દરેક જીવો સમાન છે પણ સત્તા બધાની અલગ અલગ
સ્વતંત્ર છે.
હે ભાઈ! આવા અનંતાનંત પરદ્રવ્યોની સત્તા અને પોતાની સત્તાનો એકસાથે
સ્વીકાર કરવાની તારી એક સમયની પર્યાયમાં તાકાત છે તેનો તું સ્વીકાર કર.
ભગવાન આત્મા કોઈ પરદ્રવ્યના કાર્યનું કારણ નથી કે કોઈનું કાર્ય નથી એવી તેમાં