Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 238
PDF/HTML Page 19 of 249

 

background image
] [હું
એની કેટલાકને શંકા છે. કર્મને લઈને મલિનતા આવી-એમ પણ નથી. જીવ અનાદિ છે
ને તેની સંસારી મલિનદશા પણ અનાદિની છે. જો મલિનતા ન હોય તો તેને આનંદનો
અનુભવ હોવો જોઈએ! અને જો મલિનતા ન હોય તો તેને ટાળવા પુરુષાર્થ કરવો,
સાચી શ્રદ્ધા કરવી ઇત્યાદિ કાંઈ રહેતું જ નથી! સાચું સમજવું એ કાંઈ રહેતું નથી!
તેથી સંસારી જીવ અનાદિ છે ને મલિનતા પણ અનાદિની છે.
ભવસાગર પણ અનાદિનો છે. ૮૪ લાખ યોનિના અવતાર પણ અનાદિના છે.
આ કોઈ પહેલો અવતાર છે એમ છે નહીં. નરકમાં અનંતવાર ગયો, સ્વર્ગમાં
અનંતવાર ગયો, નિગોદમાં અનંતા ભવ કર્યા, ઢોરમાં અનંતવાર ગયો, માણસ
અનંતવાર થયો-એ ભવસાગર મોટો ઊંડો અનાદિનો છે. કાળ અનાદિ, ભગવાન
ભૂલેલો અનાદિ ને ભવસાગર અનાદિ છે.
અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા. પોતે જ પોતાને અનાદિથી ભૂલેલો છે;
કેમ કે તેની દ્રષ્ટિ ઇન્દ્રિય ઉપર છે, અંદર ભગવાન અતીન્દ્રિય કોણ છે એની એને
ખબર નથી, એનું માહાત્મ્ય નથી એટલે કર્મજન્ય ઉપાધિના લક્ષે તેના અસ્તિત્વમાં
પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. સ્વયં અખંડ આનંદકંદ સ્વસત્તાની અંતર્મુખ દ્રષ્ટિ નથી ને
બહિર્મુખ દ્રષ્ટિમાં ઇન્દ્રિયો, અલ્પજ્ઞતા, રાગદ્વેષનું અસ્તિત્વ દેખાય છે; તે સંસાર છે.
* મિથ્યાશ્રદ્ધાને લઈને મોહિત થયો થકો ભવસાગરમાં રખડે છે *
ભવસાગરમાં અનાદિ છે; અનાદિ-અનંત છે એમ નહીં પણ ભવસાગર અનાદિ
છે. કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિ છે. હવે એ ભવસાગરનું
રખડવું છે કેમ?-એ સિદ્ધાંત સિદ્ધ કરે છે. મિથ્યા શ્રદ્ધાને લઈને મોહિત થયો થકો
ભવસાગરમાં રખડે છે, કર્મને લઈને રખડે છે એમ નહીં-એ સિદ્ધાંત છે. ભગવાન
આત્માના આનંદ સ્વભાવને ભૂલેલો ને પુણ્ય-પાપના ભાવ, શરીર આદિની જે ક્રિયા
એનું અસ્તિત્વ ભાળે છે ને અંદરમાં પૂરણ અસ્તિત્વ છે તેની તેને ખબર નથી, ખબર
નથી એનું નામ જ અજ્ઞાન મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વથી અનાદિ કાળથી મોહ્યો છે,
મિથ્યા શ્રદ્ધામાં મોહ્યો છે, એમાં એની રુચિ છે, એમાં એની પ્રીતિ છે. મિથ્યાદર્શનના
મોહના કારણે જગતના કર્મજન્ય સંયોગમાં એની લગની લાગી છે. જેમાં સુખ નથી તેને
સુખ માને છે, જેમાં દુઃખ છે તેને સુખ માને છે. આ ભાવ તેને કેમ છે?-કે
મિથ્યાદર્શનના કારણે મોહિત થયો હોવાથી આ ભાવ છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપના ભાન વિના પરની સાવધાનીની મિથ્યા
શ્રદ્ધાથી “ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર”-કર્મના લઈને સંસાર છે એમ ત્યાં
વાત નથી કરી. પરમાં, રાગમાં એના ફળમાં, ઇન્દ્રિય આદિમાં સાવધાનીની કલ્પના એ
મિથ્યાદર્શન છે. પણ ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે-એમ
અંતર અવલોકતાં સંસારનો વ્યય થઈને મોક્ષ થતાં એને વાર લાગે નહીં. પરંતુ
મિથ્યાદર્શનને લઈને અનાદિથી મોહ્યો છે.
એક જરીક સગવડતા મળે ત્યાં આહાહા! પચ્ચીસ રૂપિયાનો પગાર હોય ને પાંચનો