Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 238
PDF/HTML Page 20 of 249

 

background image
પરમાત્મા] [
વધારો થાય ત્યાં તો ઘરમાં હરખ હરખ થાય! આજે લાપશી કરો! અને જ્યાં કાંઈક
ગુનો થયો ને પાંચ ઘટે ત્યાં હાય હાય! મોહને લઈને મફતમાં વધ્યો ને ઘટયો-એમ
અજ્ઞાની માને છે પણ બહારનું વધ્યું-ઘટયું ક્યાં તારા આત્માને અડે છે! દુકાન સરખી
ચાલે ત્યાં હવે આપણે વધ્યા હો! પણ બાપુ! શ્રીમદ્ રાજચંદ્ર તો ૧૬ મે વર્ષે પોકાર કરે
છે કે ‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી
વધવાપણું એ નય ગ્રહો.’ અરેરે! મિથ્યા મોહને લઈને મારો પગાર વધ્યો! હું આમ
વધ્યો! પહેલાં તો સાધારણ વેપાર કરતા હતાં પણ હમણાં બહુ બાદશાહી છે! મૂઢ છે
ને? કષાયની હોળી સળગી રહી છે, પણ મિથ્યાત્વ ને મોહથી આ માન્યતાએ સંસાર
ઊભો કર્યો છે. ત્યાં બહારમાં ક્યાં સુખ ને દુઃખ હતા? ઊંધી માન્યતાએ મોહેલો
અજ્ઞાની પરમાં અગવડતા-સગવડતા માની રહ્યો છે.
કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર અનાદિનો છે. તેમાં વર્તમાન વાત કહે
છે કે જ્યાં જ્યાં તું છો ત્યાં તારી ઊંધી શ્રદ્ધાથી તું મોહ્યો છે. આ મહાન સંસારનું મૂળ
કારણ કહ્યું છે. સાત વ્યસન કરતાં પણ આ પાપ મોટું છે. બહારના ઇન્દ્રિય સંયમ અને
ત્યાગ કરે પણ અંદરમાં જેને દયા-દાનના ભાવ ધર્મ છે. તેનાથી મને ધર્મ થશે-એ
મિથ્યાદર્શનમાં મોહેલો પ્રાણી અનાદિના અજ્ઞાની છે. ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર
છે તેનું તો ભાન નથી ને દયા-દાન-વ્રત-ભક્તિ ને ક્રિયાકાંડ એ તો બધો રાગ છે. એ
રાગનો વિવેક સમ્યગ્દર્શનમાં થાય છે. મિથ્યાદર્શનમાં એ રાગનો અવિવેક રહે છે. ઊંધી
શ્રદ્ધાને લઈને શ્રદ્ધામાં રાગનો અત્યાગ રહે છે. મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી દયા-દાન-
વ્રતાદિના રાગને લાભદાયક માને છે. એક સમયનો રાગ વિકલ્પ સ્વભાવમાં નથી, તેને
પોતાનો માન્યો-તેને લાભદાયક માન્યો તે મહા મિથ્યાત્વથી મોહેલો પ્રાણી છે.
ભાઈ! તારો આત્મા રાગ વિના રહી શકે તેવું તત્ત્વ છે, એને બદલે રાગ વિના
ન રહી શકું એ મિથ્યાદર્શનથી મોહેલો મૂઢ બહિરાત્મા છે અથવા બહિર એટલે દયા-દાન
આદિ રાગભાવ-પુણ્યભાવ તેના વડે નિશ્ચય પ્રાપ્ત થશે એમ માનનાર મિથ્યાદર્શનથી
મોહેલો પ્રાણી રાગનો ત્યાગ કરવા માગતો નથી. મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી સુખને
પ્રાપ્ત કરતો નથી. મિથ્યા શ્રદ્ધાને લઈને આત્માના સ્વભાવની ખબર વિના, દયા-દાન-
વ્રત-ભક્તિના જે ભાવ છે તે વિકાર છે, તેમાં મોહેલો પ્રાણી સ્વભાવમાં સાવધાન નથી
તેથી તે સુખને પામતો નથી પણ દુઃખને પામે છે. અતીન્દ્રિય આનંદકંદ પ્રભુને ભૂલીને
રાગ ને વિકલ્પમાં મોહેલો પ્રાણી તેમાં સાવધાન રહેતો થકો અંશે પણ સુખને ન પ્રાપ્ત
કરતો થકો દુઃખને જ પ્રાપ્ત કરે છે. સંસારના સુખ-દુઃખ બન્નેને દુઃખ કહેવામાં આવે છે.
અહીં જે સુખ કહ્યું તે અતીન્દ્રિય સુખની વાત કરી છે.
પોતાનું નિજ સ્વરૂપ, અખંડ જ્ઞાયકસ્વરૂપ જેમાં રાગના કણનો ભેળસેળ ને મેળ
નથી, દયા-દાન, પંચમહાવ્રતનો ભાવ અને સ્વભાવ તે બેને મેળ નથી, છતાં અજ્ઞાની એ
રાગભાવને પોતાનું સ્વરૂપ માનીને તે છોડવા યોગ્ય નથી એટલે કે તે મારાથી છૂટો
પડવા લાયક નથી એમ માનનાર મિથ્યાદર્શનથી એકલો દુઃખી દુઃખી ને દુઃખી થઈ રહ્યો
છે, તે જરીયે આત્માના આનંદના સમ્યગ્દર્શનના સુખને પામતો નથી.