મૂળ ગુણ પાળે, પણ એ તો રાગ છે, તેમાં હિત માને એ મિથ્યાશ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે.
તેને આત્માના જ્ઞાન ને આનંદની ખબર નથી તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના
છે. મિથ્યાશ્રદ્ધાવાળાને જરીયે સુખ નથી એમ કહ્યું. મિથ્યાશ્રદ્ધા એટલે શું? આપણે કુદેવ-
કુશાસ્ત્ર-કુગુરુને માનતા નથી, આપણે પંચમહાવ્રત પાળીએ છીએ, માટે આપણને
મિથ્યાશ્રદ્ધા નથી; પણ એ પંચમહાવ્રત રાગ છે, એને પાળું ને એ મારા છે એ માન્યતા
પોતે જ મિથ્યાશ્રદ્ધા છે, તેથી તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ભલે તે જીવ દિગંબર સાધુ
થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ એ ભાવ મને હિતકર છે એમ માને છે તેને
મિથ્યાદર્શનનું ઝેર ચઢેલું છે, તેને આત્માના અમૃતનો જરીયે સ્વાદ હોતો નથી. ૪.
अप्पा झायहि णिम्मलउ जिम सिव–सुक्ख लहेहि।। ५।।
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. પ.
અત્યારે તો આત્માનો અનાદર કરે છે, ભગવાને કહ્યું કે દયા-દાન-વ્રતાદિ આત્માના
હિતનું કારણ નથી એને તો તું માનતો નથી. ભગવાનનો તો તું અનાદર કરે છે તો
સ્વર્ગમાંથી ભગવાન આગળ સાંભળવા જઈશું એ ખોટી ભ્રમણા છે.
હોય! લુહાર કહે કે ભાઈ! એ બળદ અહીં તે પાછો આવતો હશે? ખસ્સી કરાવવામાં
તો બહુ ત્રાસ થાય ને તે અહીં પાછો ડોકાતો હશે?-એમ વાત આવે છે. તેમ અહીં કહે
છે કે જેને ૮૪ લાખ યોનિના ત્રાસ લાગ્યા છે ને ફરી હવે મારે આ ગતિમાં નથી
આવવું-તેને માટે આ વાત છે.
ટૂંકી ને ટચ વાત કરી છે કે ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો પરભાવને છોડી દે. તેનો