પરમાત્મા] [૧૧
અર્થ કે વ્યવહાર છે તે પરભાવ છે, તે પરભાવને છોડ! તો નિશ્ચય પમાશે. વ્યવહાર
કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત રહેતી નથી. પહેલાં વ્યવહાર પાળો! વ્યવહાર પાળો!
દયા-દાન-વ્રત-સંયમ પહેલાં પાળો! વ્યવહાર પાળો! એટલે કે વિભાવને પાળો એમ
ને! અહીં તો કહે છે કે એ પરભાવને છોડી દે! રાગની મંદતા હોય, કષાયની મંદતા
હોય તો તેમાંથી શુદ્ધતા થશે-એ મિથ્યાત્વ છે. શુભમાંથી શુદ્ધતા નહીં થાય, શુભને છોડ
તો શુદ્ધતા થશે.
ભગવાન આત્મા જ્ઞાતાનો ભંડાર, તેનાથી ભિન્ન જેટલો ભાવ-જે ભાવે તીર્થંકર
ગોત્ર બાંધે તે ભાવ પણ-પરભાવ પરભાવ પરભાવ છે. જો તને ચારગતિના દુઃખનો
ભય લાગ્યો હોય તો ઈ પરભાવ છોડ. રાગ મને લાભદાયક છે એમ જે માને છે તે
શરીરને જીવ માને છે. ભગવાન આત્મા સચ્ચિાદાનંદ પ્રભુ છે ને શરીર, કર્મ રાગ
શુભાશુભભાવ તે બધું શરીર છે. રાગના કણને પોતાના માને છે તે બહિરાત્મા શરીરને
જ આત્મા માને છે.
બાપુ! ભાઈ! જો તને ચાર ગતિનો ડર લાગ્યો હોય તો પરભાવને છોડ. શેનો
ત્યાગ કરવો? શુભાશુભ ભાવનો ત્યાગ કર; ઘરબાર કે દી એનામાં હતાં તે એનો
ત્યાગ કરે! એની પર્યાયમાં પર્યાયપણે પકડેલો પરભાવ તેને દ્રવ્યદ્રષ્ટિએ તું છોડ,
વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ પરભાવ છે, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ પણ
પરભાવ છે, તેને છોડ! તે ગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી.
* મોક્ષનો ઉપાયઃ શુદ્ધાત્માનું ધ્યાન *
આ તો નાસ્તિથી વાત કરી. ત્યારે હવે શું?-કે નિર્મળ ભગવાન આત્માનું ધ્યાન
કર. કેવો આત્મા?-કે અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વસત્તાએ બિરાજમાન પૂર્ણાનંદનો નાથ
કેવળજ્ઞાન સત્તાથી ભરેલું તત્ત્વ આત્મા છે તેનું ધ્યાન કર. જેમાં અનંતા નિર્મળ ગુણો
ભર્યા છે તેનું ધ્યાન પર્યાયમાં કર. આત્મા વસ્તુ છે ને ધ્યાન એ પર્યાય છે. મોક્ષના
સુખનો ઉપાય શું? મોક્ષનો માર્ગ શું?-કે આત્મા અખંડાનંદ જ્ઞાનની મૂર્તિ છે તેનું ધ્યાન
કરવું તે મોક્ષનો માર્ગ છે, તે મોક્ષનો ઉપાય છે. ધ્યાનમાં દર્શન-જ્ઞાન ને ચારિત્ર ત્રણેય
આવી જાય છે. પોતાની શુદ્ધ સત્તાનો આદર કરવો તે ધ્યાન ને મોક્ષનો માર્ગ છે. આત્મા
તરફનું ધ્યાન તે એક જ સંવર-નિર્જરાનો માર્ગ છે.
આત્માને ઓળખ. બહું ટૂંકી વાત કરી દીધી છે. આત્મા એટલે એક સમયની
પર્યાય-પુણ્ય-પાપ જેવડો નહીં પણ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ કે જેના અંતર્મુખના
અવલોકને સંસારની ગંધ પણ રહેતી નથી. એવા નિર્મળ આત્માનું-ત્રિકાળીનું ધ્યાન
કર-એ મોક્ષનું કારણ છે. આત્મા અખંડાનંદ પ્રભુની સામું જોઈને એકાગ્ર થવું એનું
નામ સમાયિક છે.
તત્ત્વાર્થસૂત્રનું સૂત્ર છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ- એ ત્રણે અહીં
આત્માના ધ્યાનમાં સમાડી દીધા છે. અઠયાવીસ મૂળગુણ એ આત્મધ્યાન નહીં, એ
પરભાવ હતાં, પરધ્યાન હતું, આત્મધ્યાન ન હતું. અહીં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે
આત્મા કોણ છે