Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 208 of 238
PDF/HTML Page 219 of 249

 

background image
૨૦૮] [હું
ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્યતેજથી ચમકી રહ્યો છે. ચૈતન્યના નૂર,
પ્રકાશના પુંજથી આત્મા ચમકી રહ્યો છે, રાગના તેજથી આત્મા ચમકતો નથી. આવા
ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ.
આ ધ્યાન સાચું કોણ કરી શકે છે?-કે મુનિરાજ ઉત્કૃષ્ટ ધ્યાન કરે છે. દેશવ્રતી
શ્રાવક મધ્યમ ધ્યાન કરે છે અને અવિરત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય ધ્યાતા છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય
છે. તે પહેલાં ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક્ શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને
રુચિ હોતા નથી તેથી આત્માની લગની લાગતી નથી.
અજ્ઞાનીને ધ્યાન કરતાં તો આવડે છે પણ જેને જેની રુચિ હોય તેનું ધ્યાન કરે
ને! અજ્ઞાનીને સંસારની રુચિ છે તેથી તેના ધ્યાનમાં ચડી જાય છે; તો એ ઉલટું ધ્યાન
જેને આવડે છે તેને આત્માની સવળી રુચિ થતાં આત્માનું ધ્યાન કરતાં કેમ ન આવડે?
આવડે જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોળી પડી જાય છે અને સવળા ધ્યાનમાં તાકાત
ઉગ્રતા ધારણ કરે છે.
હું જ પરમાત્મા છું, મારામાંથી જ પરમાત્મપર્યાય ફાટવાની છે એમ નક્કી કરીને
સ્વભાવની દ્રષ્ટિ કરે તેને પછી સ્વભાવની મહિમા પાસે ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવો
તરણાતુલ્ય-તુચ્છ ભાસે છે. આત્માના આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી
લાગે છે તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી.
* જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ
જોવામાં આવે છે; જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર
અર્થાત્ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ
શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે
કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે?
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)