Hoon Parmatma (Gujarati). Pravachan: 42.

< Previous Page   Next Page >


Page 219 of 238
PDF/HTML Page 230 of 249

 

background image
પરમાત્મા] [૨૧૯
[પ્રવચન નં. ૪૨]
જ્ઞાનમય સર્વ આત્માને પરમાત્મપણે દેખ
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં હવે ૯૯મી ગાથામાં યોગીન્દ્રદેવ ચારિત્ર
એટલે સમભાવ કોને કહેવાય. કોને હોય અને કેમ હોય તે વાત કરે છે.
सव्वे जीवा णाणमया जो सम–भाव मुणेइ ।
सो सामइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९।।
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.
૯૯.
શ્રીમદ્ કહે છે ને કે ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.’ એ જ વાત અહીં યોગીન્દ્રદેવ કહે
છે કે ‘સર્વ જીવ છે જ્ઞાનમય.’ સર્વ જીવો જ્ઞાનમય છે એમ પોતાનો આત્મા પણ
જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે.
પોતે જ્ઞાનમય છે એમ જોતાં વીતરાગતા પ્રગટ થાય છે અને બીજા સર્વ જીવો
જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે અને આ અઠીક છે એવી બુદ્ધિ રહેતી નથી. સર્વ
જીવને જ્ઞાનમય ન દેખતાં કર્મના વશે તેની થયેલી વિવિધ પર્યાયને દેખીને ઠીક-અઠીક
બુદ્ધિ કરતો હતો તેનો અભાવ થાય છે. જ્ઞાનાવરણીને આધીન જ્ઞાનનું ઓછા-વધતાપણું
હોય, દર્શનાવરણીને આધીન દર્શનનો ક્ષયોપશમ ઓછો-વધારે હોય, મોહનીયને આધીન
મિથ્યાભ્રાંતિ અને રાગાદિ હોય અને અંતરાયને આધીન થતાં પોતાને વિકાર આદિ
દેખાય, આયુષ્ય કર્મને આધીન દીર્ઘ કે થોડું આયુષ્ય હોય, નામકર્મને આધીન સુડોળ કે
બેડોળ શરીર દેખાય, ગોત્ર કર્મને આધીન ઊંચ-નીચ દશા દેખાય પણ તે તો બધી
પર્યાય છે. વેદનીયને આધીન શાતા-અશાતાનો ઉદય દેખાય પણ તે તો બધો સંયોગ
છે, તે માત્ર જાણવા લાયક છે.
નિજ આત્મા અને પર સર્વ આત્માને માત્ર જ્ઞાતા-દ્રષ્ટા-જ્ઞાનમય જોતાં પર્યાયના
ફેરફાર અને સંયોગના ફેરફાર તો માત્ર જાણવા લાયક દેખાય છે. કોઈમાં ઠીક-અઠીક
બુદ્ધિ થતી નથી, આ શેઠ છે અને આ ગરીબ છે એમ જોયું તે તો વેદનીય કર્મને
આધીન મળેલાં સંયોગોને જોવાની વાત છે, એવી સંયોગ આધીન દ્રષ્ટિ ન કરતાં
સ્વભાવદ્રષ્ટિથી બધાને જ્ઞાનમય જોનારા જ્ઞાનીને આ ઠીક છે અને આ અઠીક છે-એવા
રાગ-દ્વેષ થતાં નથી.
આહાહા...! ‘સર્વ જીવ છે જ્ઞાનમય’ એમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે!
ભાવ હો કે અભાવ હો પણ નિશ્ચયથી પરમ સત્ પ્રભુ જ્ઞાનમય છે. તેમાં ઓછા-
વધતાંપણાની પણ વાત નથી. સર્વ જીવ જ્ઞાનમય છે તેમ હું પણ જ્ઞાનમય ચૈતન્યબિંબ
સ્વરૂપ છું એવી દ્રષ્ટિ