Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 220 of 238
PDF/HTML Page 231 of 249

 

background image
૨૨૦] [હું
થતાં તેને અંતરના આશ્રયમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય, તેને જ સામાયિક અને
સમભાવ કહેવામાં આવે છે.
સ્વરૂપે તો દરેક જીવ ‘જ્ઞાનમય’ કહેતાં સમભાવ સ્વરૂપ જ છે પણ તેની અંદર
નજર પડતાં સમભાવ પર્યાયમાં પ્રગટ થાય છે.
સમયસારમાં પણ ૧૧મી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે ભૂતાર્થ એટલે જ્ઞાનમય
આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેના જ આશ્રયે સમભાવ-ચારિત્ર
પ્રગટ થાય છે. જ્ઞાનમય વસ્તુ અર્થાત્ વીતરાગતામય અર્થાત્ નિર્વિકલ્પ
સમરસીસ્વભાવ-એકરૂપ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, સમ્યગ્જ્ઞાન થાય,
સમ્યક્ચારિત્ર થાય, શુક્લધ્યાન થાય અને કેવળજ્ઞાન પણ તેના જ આશ્રયે થાય છે.
સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજડાં પડયાં છે.
પોતાના આત્મામાં અને બીજા અનંતા આત્મામાં કર્મના વશે જે પર્યાયમાં
વિષમતા-વિવિધતા થાય છે તે કાંઈ વસ્તુનું મૂળ સ્વરૂપ નથી. વસ્તુસ્વરૂપે તો બધા
જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે કે આ અઠીક છે એવી વૃત્તિ જ ઊભી થતી નથી.
વ્યવહાર અને પર્યાયદ્રષ્ટિથી જોવાની આંખ બંધ કરીને વસ્તુના કાયમી અસલી
સ્વભાવની દ્રષ્ટિથી જુએ તો પોતાને પણ જ્ઞાનમય જુએ અને બધા પર જીવોને પણ એ
સમભાવથી ભરેલાં ભગવાન જ જુએ.
શ્રી યોગીન્દ્રદેવ આ સામાયિક અર્થાત્ સમભાવની વ્યાખ્યા કરે છે અને
ભગવાનનો આધાર આપે છે કે જિનવરદેવ આમ કહે છે.
જીવ કર્તા થઈને પોતાના પુરુષાર્થથી પોતાને અને બધા જીવોને ‘જ્ઞાનમય’
જોવાની સમભાવદ્રષ્ટિ પ્રગટ કરે છે. કર્મને વશ થતાં જીવને અનેક વિષમ પર્યાયો થવા
છતાં, તેને દેખવાં છતાં દ્રવ્ય-દ્રષ્ટિએ બધા આત્મા જ્ઞાનમય ભગવાન છે એમ પોતાના
પુરુષાર્થથી સમભાવની દ્રષ્ટિએ જોતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
સામાયિકની વ્યાખ્યા કરતાં આમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને વીતરાગભાવ
ત્રણેયની વ્યાખ્યા આવી જાય છે.
જ્ઞાન સિવાયના બીજા ગુણો પોતાનું અસ્તિત્વ ધરાવે છે પણ પોતાને કે બીજા
ગુણોને જાણતા નથી તેથી તેને નિર્વિકલ્પ કહેવાય છે અને જ્ઞાન પોતાને તો જાણે પણ
બીજા અનંત ગુણોને પણ જાણે છે. તેથી તેને સવિકલ્પ અને સાકાર પણ કહેવાય છે.
આ જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે તેને પરમભાવ-ગ્રાહકનય પણ કહેવાય છે.
‘જ્ઞાનમય’ આત્માની દ્રષ્ટિ કરતાં આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે તેથી ‘જ્ઞાનમય’
આત્માનો નિર્ણય કરતાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમભાવની ઉત્પત્તિ થાય છે.
જ્ઞાનને સવિકલ્પ કહ્યું તેનો અર્થ સ્વ-પરને જાણે તે સવિકલ્પ એમ છે. સવિકલ્પ
કહેતાં તેમાં રાગ છે એમ નથી. સ્વ-પરને ન જાણે તે નિર્વિકલ્પ અને સ્વ-પરને જાણે
તે સવિકલ્પ એવો અહીં અર્થ લેવો. આ દ્રષ્ટિએ જ ભગવાનના કેવળજ્ઞાનને પણ
સવિકલ્પ કહેવાય છે.