પરમાત્મા] [૨૨૧
ભગવાન સર્વજ્ઞ છે. તેથી સર્વને જાણે છે તો સર્વમાં પરદ્રવ્યને જાણવું એ કાંઈ
વિકલ્પ નથી. એ તો જ્ઞાનની વીતરાગી દશા છે. સર્વને જાણે છે માટે વ્યવહાર થઈ
ગયો કે રાગ થઈ ગયો એમ નથી. આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વશક્તિ છે. આત્મ- જ્ઞાનમય
થઈને પરને જાણે છે તેમાં પરની અપેક્ષા નથી તેથી સર્વને જાણતાં રાગ થાય કે
વિકલ્પ થાય કે ઉપચાર આવે છે એમ વાત જ નથી. સ્વ અને પરનું પૂરું જાણવું-દેખવું
થાય એવી જ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ છે.
નિશ્ચયથી હું જ્ઞાનમય છું અને પરજીવો પણ જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ
પ્રગટ થાય છે. પરદ્રવ્યની કે રાગની અપેક્ષા વિના સ્વના સામર્થ્યથી જે આ જ્ઞાન થાય
છે તે સમભાવ છે. સમભાવ છે તેને જ ખરી સામાયિક હોય છે.
આઠ કર્મોને વશ થતાં જીવની જ્ઞાન આદિની જે હીનાધિક અવસ્થા થાય છે તે
તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે. તેને અહીં નિશ્ચયદ્રષ્ટિમાં ગૌણ કરી છે. ભેદ, રાગ અને
અલ્પતાના વ્યવહારનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને અભેદ એકરૂપ જ્ઞાન
આનંદમય સ્વભાવને મુખ્ય કરીને દ્રષ્ટિ કરતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
મારો સ્વભાવ તો જ્ઞાનમય, આનંદમય આદિ સ્વભાવમય છે એમ જાણીને જે
આત્મસ્થ થાય છે તેને સમભાવ પ્રાપ્ત થાય છે. તે જીવ આત્માનુભવમાં આવી જાય છે
ત્યારે જ પરમ નિર્જરાના કારણરૂપ સામાયિક ચારિત્રનો પ્રકાશ થાય છે.
ઘણાએ ઘણી સામાયિક કરી હશે પણ આ તો કોઈ જુદી જ જાતની સામાયિકની
વાત છે. આ એક સમયની સામાયિક ભવના અભાવનું ફળ લાવે છે.
સ્વભાવ અને સ્વભાવવાનની અભેદતા જેણે દ્રષ્ટિમાં લીધી, જ્ઞાનમાં જાણી અને
તેમાં ઠર્યો તેને ભવ હોય જ નહિ કારણ કે જ્ઞાનમાત્ર વસ્તુમાં ભવ અને ભવનો ભાવ
જ નથી.
આ તો ભાઈ! આચાર્યોના શબ્દો છે. તેમાં ઘણી ગૂઢ ગંભીરતા ભરી છે. એક
એક શબ્દમાં ઘણાં ઊંડા ભાવો ભર્યા છે.
પોતાના સ્વભાવના સામર્થ્યથી પરને પણ જ્ઞાનમય જોતાં તેની પર્યાયમાં
સમભાવ પ્રગટ થાય છે જે નિર્જરાનું કારણ છે.
આહાહા...દ્રવ્યમાં ભવ કેવા? ગુણમાં ભવ કેવા? અને જે પર્યાયે એ દ્રવ્ય-ગુણનો
નિર્ણય કર્યો તેમાં પણ ભવ કેવો? ભગવાન આત્માનો સ્વભાવ ભવના અભાવસ્વરૂપ
જ છે તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં ભવ ન હોય. દ્રવ્યમાં ભવનો અભાવભાવ,
ગુણમાં પણ ભવનો અભાવભાવ અને તેના આશ્રયે પ્રગટેલી સમભાવની પર્યાયમાં પણ
ભવનો અભાવભાવ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે એમ ભગવાને કહ્યું છે.
વિકલ્પ રહિત ભાવમાં રહેવું તે જ સામાયિક છે, તે જ મુનિપદ છે અને તે જ
રત્નત્રયની એકતારૂપ મોક્ષમાર્ગ છે. તેમાં વચ્ચે નબળાઈના રાગાદિ વિકલ્પ હોય; ન
હોય એમ નથી, પણ તે કાંઈ જીવનું કાયમી સ્વરૂપ નથી. પર તરફના ઝુકાવવાળા
રાગાદિભાવ પર્યાયદ્રષ્ટિનો