Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 222 of 238
PDF/HTML Page 233 of 249

 

background image
૨૨૨] [હું
વિષય છે, માત્ર જાણવા લાયક છે, આદરવા લાયક નથી. આદરણીય તો એક ભવના
અભાવસ્વરૂપ નિજ જ્ઞાનસ્વભાવ જ છે.
અહો! મુનિઓની શી વાત કરવી? એક વિકલ્પ આવ્યો શાસ્ત્ર રચવાનો, તેમાં
થોડામાં કેટલું ભરી દીધું છે! પણ કહે છે કે વાણી લખવાની ક્રિયા એ તો જડની છે,
લખવાનો વિકલ્પ ઉઠયો તે પણ મારો સ્વભાવ નથી. તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે.
નિશ્ચયથી તો હું પણ જ્ઞાનમય છું અને બધા આત્માઓ પણ જ્ઞાનમય છે. આખો લોક
જ્ઞાનમય પરમાત્માથી ભરેલો છે. બધાની સત્તા જુદી જુદી છે, સિદ્ધની પણ દરેક ની
સત્તા અલગ-અલગ છે. કેમ કે મોક્ષ થાય ત્યાં સત્તાનો અભાવ થતો નથી. વિકારનો
અભાવ થાય છે, તેથી મોક્ષમાં જ્યોતમાં જ્યોત ભળી જાય છે એ અન્યમતિની વાત
જૂઠી છે. દરેક સિદ્ધ જીવની સત્તા જુદી-જુદી છે. એક ક્ષેત્રમાં રહેવા છતાં અનંત સિદ્ધોની
સત્તા ન્યારી-ન્યારી છે. દરેકનો અસ્તિત્વગુણ જ એવો છે કે જેને લઈને દરેકનું
અનાદિ-અનંત સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, કોઈમાં કોઈનું અસ્તિત્વ ભળી જતું નથી.
આગળ ત્રણ પ્રશ્ન કર્યા હતાં કે સામાયિક કેવી હોય, કોને હોય અને કેમ હોય?
તો કહે છે કે આ ઉપર કહી તેવી સ્વભાવની દ્રષ્ટિપૂર્વકની સામાયિક હોય, કોને હોય-કે
જે સર્વને જ્ઞાનમય દેખે તેને હોય અને કેમ હોય? કે સ્વભાવનો આશ્રય કરવાથી હોય.
જે પોતાના રાગ અને ભેદને ગૌણ કરીને સ્વભાવને જુએ છે તે બીજાને પણ
તેના રાગ અને ભેદને ગૌણ કરીને જ્ઞાનમય સ્વભાવને જુએ છે તેને જ સમભાવ પ્રગટ
થાય છે અને વિષમદ્રષ્ટિ છૂટી જાય છે. આ પરમાત્મા છે માટે રાગ કરવો કે આ
જૈનદર્શનનો વિરોધી છે માટે દ્વેષ કરવો એ વાત જ આ સ્વભાવદ્રષ્ટિમાં નથી.
યોગીન્દ્રદેવ અમૃતાશિતિનો આધાર આપે છે કે ‘જ્ઞાની શુદ્ધ, પૂર્ણ, નિર્વિકલ્પ,
નિરંજન નિર્મોહ નિજ આત્મસમાધિમાં સુખામૃત લક્ષણ ગિરિગૂફામાં સ્થિત થાય છે.’
નિજ આત્માની દ્રષ્ટિ કરીને સ્થિર થાય તે ગિરિગૂફા છે, બાકી બહારથી ગિરિગૂફામાં
જઈને બેસે તેથી શું?
આચાર્યદેવની કેટલી કરુણાદ્રષ્ટિ છે કે શિષ્યને ‘મિત્ર’ કહીને બોલાવે છે. હે
મિત્ર! સામ્યભાવની ગિરિગૂફામાં બેસીને, નિર્દોષ પદમાં સમાધિ બાંધીને પોતાના એક
આત્મામાં તું તારા પરમાત્મપદને ધ્યાવ! જેથી તું સાચા સુખનો અનુભવ કરી શકીશ.
હવે ૧૦૦મી ગાથામાં પણ મુનિરાજ સામાયિકની જ વાત કરે છે.
राय–रोस बे परिहरिवि जो समभाउ मुणेइ ।
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.
૧૦૦.
જે કોઈ જીવ રાગ-દ્વેષને ત્યાગીને એટલે એકરૂપ શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક વિષમતાને
ત્યાગીને સમતાભાવને ધારે છે તેને પ્રગટપણે સામાયિક છે એમ જિનવરદેવ કહે છે.