છે. પરચીજ, શુભભાવ કે ક્ષયોપશમ જ્ઞાનની મહિમાની આડમાં અજ્ઞાની આખા
ચૈતન્યદેવની મહિમાને ચૂકી જાય છે. મિથ્યાદ્રષ્ટિ સંયોગમાં, વિકારમાં કે અલ્પજ્ઞ આદિ
પર્યાયમાં જ પોતાનું હોવાપણું સ્વીકારે છે. તેથી તેની અસત્ દ્રષ્ટિમાં રાગ-દ્વેષ સાથે જ
વસેલા છે. પોતામાં પર્યાયદ્રષ્ટિ છે એટલે બીજા જીવોને પણ પર્યાયદ્રષ્ટિથી જોઈને રાગ-
દ્વેષ કર્યા કરે છે. મિથ્યાદ્રષ્ટિનું ઉલ્લસિત વીર્ય પરમાં જ રોકાઈ ગયું છે, ત્યાં જ સુખ
માને છે અને જેણે ભગવાન આત્માનો ભેટો કર્યો તે ૯૬૦૦૦ રાણીના વૃંદમાં પણ સુખ
માનતો નથી. તેની દ્રષ્ટિની કેટલી કિંમત! દ્રષ્ટિ આખી સ્વભાવ તરફ ગુલાંટ ખાઈ ગઈ
છે તેને બહારમાં ક્યાંય સુખ ભાસતું જ નથી.
અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે પરને કારણે નહિ અને સ્વભાવના કારણે પણ નહિ.
માત્ર એક ચારિત્રના દોષને કારણે કમજોરી છે તેથી ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ
તે જ્ઞેયમાં બે ભાગલા પાડતાં નથી.
એ સર્વઅવસ્થાઓ પુદ્ગલની છે. (શ્રી ઇષ્ટ-ઉપદેશ)