એટલે કે રાગની ભિન્નતા અને આત્માની એકતામાં રાગનો ત્યાગ વર્તે છે. બહિરાત્મા
નગ્ન દિગંબર થઈને અઠ્ઠાવીસ મૂળગુણ પાળે, ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન
કરે પણ અંતરમાં રાગનો અત્યાગ ને રાગની સાથે એકત્વબુદ્ધિ પડી છે તે બહિરાત્મા
બાહ્યબુદ્ધિમાં રાજી થનાર મિથ્યાદ્રષ્ટિ છે. શરીરમાં નીરોગતા મારા આત્માને સાધન થશે,
રોગ વખતે શરીરમાં પ્રતિકૂળતા હતી હવે શરીરમાં નીરોગતા થઈ, પૈસાદિની સગવડતા
થઈ, હવે હું નીરાંતે ધર્મધ્યાન કરી શકીશ-એમ આત્મા સિવાય રજકણથી માંડી
બાહ્યઋદ્ધિમાં ક્યાંય અનુકૂળતા કલ્પી જવાય ને પ્રતિકૂળતાના ગંજમાં એના કારણે
ક્યાંય અણગમો થાય એની બુદ્ધિ બાહ્યમાં રોકાયેલી હોવાથી તે બહિરાત્મા છે.
હરખના સડકે ચઢેલો તારો ભાવ એ બહિરાત્મા છે, તથા પ્રતિકૂળતામાં ખેદે ચઢેલો તારો
ભાવ એ પણ બહિરાત્મા છે. એ ભ્રાંતિ-શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે.
મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે.