૧૬] [હું
* અંતરાત્માનું સ્વરૂપ *
જે કોઈ પૂર્ણાનંદ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે ને તેનાથી ભિન્ન અલ્પ
જ્ઞાનને, રાગદ્વેષને, પરને જાણે-ભલી રીતે જાણે, પોતાથી ભિન્નપણે જાણે તે પરભાવને
ત્યાગ છે, અને તેને પંડિત કહે છે, શૂરવીર કહે છે જેણે આત્માના પૂરણ અખંડાનંદ
સ્વરૂપને જાણ્યું ને તેનાથી ભિન્ન વિકારને ને પરચીજને ‘આ છે’ એમ જાણીને બેની
વચ્ચે ભેદવિજ્ઞાન થયું છે તે પોતાના શુદ્ધસ્વભાવના આશ્રયથી પરભાવનો આશ્રય
કરતો નથી એટલે કે તે પરભાવને છોડે છે. વ્યવહારરત્નત્રયના વિકલ્પને પણ છોડે છે
તેમ કહ્યું!
ઓછું જ્ઞાન હોય કે વધારે જ્ઞાન હોય તેની સાથે સંબંધ નથી, અંતર પરમાત્માના
સ્વરૂપને જાણતો, પર આદિના સ્વરૂપને જાણતો, સ્વભાવનો આશ્રય કરે છે ને વિકારને
છોડે છે તેને પંડિત કહેવામાં આવે છે. અગિયાર અંગ ભણ્યો હોય કે ન ભણ્યો હોય,
પ્રશ્નોત્તર દેતાં આવડે કે ન આવડે તેની સાથે કાંઈ સંબંધ નથી, ફકત ચૈતન્યાનંદ પ્રભુ
પૂર્ણાનંદનો નાથ મારો આત્મા તેને જાણ્યો ને તેનાથી વિપરીત જેટલા પુણ્ય-પાપના
ભાવો કર્મની સામગ્રી આદિને જાણ્યા કે તે પર છે, તે સ્વભાવનો આદર કરે છે અને
પરનો આદર કરતો નથી માટે તેણે દ્રષ્ટિમાં પરભાવોને છોડયા છે. આનું નામ ત્યાગ છે.
આ ત્યાગ વિના ત્યાગ આગળ વધે નહીં. અંર્તસ્વભાવના આશ્રય ને આલંબન વિના
રાગનો ત્યાગ થાય નહીં ને એ રાગના ત્યાગ વિના બીજો ત્યાગ સાચો હોય નહીં.
અંતરાત્માને પંડિત, શૂરવીર, વીર, ભેદજ્ઞાની, લઘુનંદન-પરમાત્માનો લઘુનંદન
કહેવાય છે. એ લઘુનંદન શું કરે છે?-કે પોતાના પૂરણ શુદ્ધ સ્વરૂપને જાણ્યું ને
અનુભવ્યું કે આજ આત્મા અને એના સિવાય શુભાશુભ પરિણામ તે પરભાવ છે એમ
દ્રષ્ટિમાંથી છૂટી ગયા છે. દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વભાવનો આદર વર્તે છે ને પરભાવોનો
ત્યાગ વર્તે છે. આને પરભાવનો ત્યાગ ને ખરેખરો ત્યાગી કહેવામાં આવે છે.
અંદરમાં જતાં રાગાદિનો આદર વર્તે છે તેને તો બધું-આખો સંસાર ગ્રહણપણે
પડયો છે, તેને અંશે પણ રાગનો ત્યાગ નથી. પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણની ગંઠડી એવા
આત્માનો શ્રદ્ધામાં આદર છે ને વેદન છે કે આ આત્મા તે જ હું એમ જેને સ્વભાવનું
ગ્રહણ વર્તે છે તેને પંડિત, જ્ઞાની ને અંતરાત્મા કહેવાય છે. ભલે પછી તેને બહારમાં છ
ખંડના રાજ્ય હોય, ૯૬ હજાર સ્ત્રી હોય, ૪૮ હજાર પાટણ, ૭૨ હજાર નગરી આદિ
સામગ્રી હોય-પણ એ સામગ્રી જ્યાં પર તરીકે દ્રષ્ટિમાં આવી, તેના તરફના વલણનો
રાગ પણ પર છે, મારા સ્વભાવમાં તે નથી-એમ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું તેને તો દ્રષ્ટિમાં
બધો ત્યાગ જ છે. છ ખંડના રાગનો દ્રષ્ટિમાં ત્યાગ છે. સમ્યદ્રષ્ટિને ઈન્દ્રના ઇન્દ્રાસનનો
દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે અને આખો આત્મા પૂરણ સ્વરૂપ છે તેને જાણતો થકો તેનો
આદર વર્તે છે.
બહિરાત્માને એક લંગોટી પણ બહારમાં ન હોય, નગ્ન દશા હોય પણ અંદરમાં
પૂર્ણાનંદના નાથનો આદર નથી ને રાગના કણનો આદર છે તેને શ્રદ્ધામાં આખા ચૌદ
બ્રહ્માંડનો આદર છે, તેને બાહ્યત્યાગ દેખાવા છતાં જરીયે ત્યાગ નથી, કેમ કે તેને
પરભાવ છૂટયા જ