Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 238
PDF/HTML Page 29 of 249

 

background image
૧૮] [હું
નિકલ જેને કલ-શરીર નથી તેને પરમાત્મા કહેવાય છે. વૈકુંઠમાં જઈને
ભગવાનની સેવા-ચાકરી કરે એમ કહે છે ને? પણ ભગવાનને શરીર જ હોતું નથી.
પરમાત્મા તો એને કહીયે કે જેને શરીર નથી, રાગ નથી, જે શુદ્ધ અભેદ એક છે, તેમને
અશુદ્ધતા નથી, બેપણું નથી. પહેલાં કર્મરૂપી શત્રુ હતા તેને જીત્યા માટે જિનેન્દ્ર છે.
આવા સિદ્ધ ભગવાનને વિષ્ણુ કહીયે. જગતને રચે તે વિષ્ણુ નથી. ભગવાન પરમાત્મા
એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞાતા તરીકે જાણે, એક સમયમાં યુગપત્
જાણે, એક સમયમાં પૂરું જાણે માટે તેને વિષ્ણુ કહે છે.
ભગવાનના જ્ઞાનમાં ભૂત-ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળ જણાયા છે. આવડી
સર્વજ્ઞદશા!-એમ સ્વીકારવા જાય ત્યારે દ્રવ્યસ્વભાવમાં દ્રષ્ટિ પડયા વિના એનો સ્વીકાર
નહીં થાય. ભગવાનનો એક સમયનો એક પર્યાય આવડો કે ત્રણકાળ ત્રણલોકને
યુગપત્પણે જાણે-એવા જ્ઞાનનો સ્વીકાર શું રાગથી કરી શકે? રાગના આશ્રયે સ્વીકાર
થાય? પર્યાયથી સ્વીકાર થાય પણ એ પર્યાયના આશ્રયે શું સ્વીકાર થાય? સર્વજ્ઞ
સ્વરૂપી પ્રભુ તેનો આશ્રય લીધા વિના પર્યાયમાં સર્વજ્ઞપણાનો નિર્ણય ન થાય.
સર્વજ્ઞસ્વભાવી આત્મસ્વરૂપનો નિર્ણય થતાં તેને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જશે ને વીતરાગ
પર્યાય પણ થઈ જશે. એનું નામ જ પુરુષાર્થ છે, પુરુષાર્થ એટલે કાંઈ ખોદવું છે?
અંતરની દશા કર્તૃત્વમાં હતી તે અંતરમાં અકર્તૃત્વમાં ગઈ એ પુરુષાર્થ છે.
ભગવાનને વિષ્ણુ કહેવામાં આવે છે. વિષ્ણુ એટલે પરમાત્મા એમ નહીં પણ
પરમાત્માને વિષ્ણુ કહેવામાં આવે છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે તેને
વિષ્ણુ કહેવામાં આવે છે, એ સિવાય જગતનો કર્તા-હર્તા બીજો કોઈ વિષ્ણુ છે નહીં.
સ્વ-પર તત્ત્વનો ભેદ પાડીને જાણે તેને બુદ્ધ કહીયે. સર્વજ્ઞ પરમાત્મા પોતાના સ્વરૂપને
પૂરણ જાણે ને લોકાલોકને પણ જાણે-એ સ્વપરને જાણનારા સર્વજ્ઞદેવને બુદ્ધ કહેવાય
છે. એકલા ક્ષણિકને જાણે તે બુદ્ધ નથી.
આવા પરમેશ્વરને શિવ કહેવાય. પોતાનું પૂરણ કલ્યાણ સ્વરૂપ પ્રગટ કર્યું છે
માટે તેને કલ્યાણ કરનારા શિવ કહેવાય છે. શાંત વીતરાગ, પરમશાંતધારા પરમાત્માને
પરિણમી ગઈ છે માટે તેને શિવ કહે છે. અકષાય સ્વભાવે પરિણમીને વીતરાગ દશાએ
પરિણમી ગયા તેને શાંત કહીયે, તેને પરમાત્મા કહીયે.-એમ જિનેન્દ્રદેવે કહ્યું છે, માટે તું
ભ્રાંતિ રહિતપણે પરમાત્મસ્વરૂપને જાણ ને રાગ-દ્વેષને છોડ. પરમાત્મસ્વરૂપ તો તારી
શક્તિમાં પડયું જ છે તેને જાણ ને રાગ-દ્વેષને છોડ.
આવા પરમાત્મા છે એમ ભગવાને કહ્યું છે માટે તું ભ્રાંતિ રહિતપણે જાણ તું
નિભ્રાંતિ થઈ જા, નિઃસંદેહ થઈ જા, નિઃશંક થઈ જા કે આ સિવાય કોઈ સાચા
પરમાત્મા હોઈ શકે નહીં.