પરમાત્મા] [૧૯
[પ્રવચન નં. ૪]
મુક્તિનો ઉપાયઃ પોતાને પરમાત્મરૂપ જાણ
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૯-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત યોગસાર છે. જેમણે પરમાત્મપ્રકાશ બનાવ્યું છે તેમણે જ આ
યોગસાર બનાવ્યું છે. બહિરાત્માની વ્યાખ્યા થોડી આવી ગઈ, હવે અહીં વિસ્તારથી કહે છે.
બહિરાત્મા પરને પોતારૂપ માને છેઃ-
देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ ।
सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ।। १०।।
દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦
આ આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ વસ્તુ-પદાર્થ છે. તેને છોડીને શરીર, ઘર,
ધન, ધાન્ય, મકાન, આબરૂ, કીર્તિ, શરીરની ક્રિયા કે અંદરમાં પુણ્ય-પાપના ભાવ એ
બધાં મારા છે એમ માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. જ્ઞાન આનંદ આદિ
ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં જ નથી એવા શુભાશુભ વિકલ્પો, ચાર ગતિ, લેશ્યા, છકાય,
કષાય આદિ ભાવો પરભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. શરીરથી માંડીને રાગની
મંદતા તીવ્રતાના શુભાશુભભાવ એ બધા આત્માથી બાહ્ય છે.
શાસ્ત્રમાં આનંદસ્વરૂપ અભેદ આત્માથી દયા-દાન-વ્રત કે હિંસા-કષાય-ગતિ
આદિ ભાવોને બાહ્યભાવો કહ્યાં છે. એવા બાહ્યભાવોને જે આત્મા માને તેને અહીં
મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા મૂઢ કહ્યો છે. અખંડ જ્ઞાનાનંદમૂર્તિ આત્મા સિવાયના જે કોઈ
બર્હિભાવો મારા છે, શ્રાવકના છ પ્રકારના વ્યવહાર કર્તવ્યના ભાવો એ શુભ રાગ છે
ને પંચમહાવ્રતાદિનું આચરણ એ મુનિનો શુભ રાગ છે. એ આચરણ મારું છે, એ
આચરણથી મારું હિત થાય એમ માનનાર બહિર્દષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, અન્તર્દષ્ટિ
નથી.-એમ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે.
જ્ઞાનીને શુભ આચરણના એવા ભાવ તો હોય છે ને?-કે હોય છતાં તેને પોતાનું
સ્વરૂપ જાણતો નથી, તેનાથી હિત માનતો નથી. શ્રાવક અને મુનિના આચરણના
ભાવથી જે લાભ માને તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. શુભ આચરણ મારું સ્વરૂપ છે
અથવા તે મારા કલ્યાણનું સાધન છે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પરમાર્થે વ્યવહાર
આવશ્યક, શુભ વિકલ્પ વૃત્તિ એ બધા પર છે, વિભાવ છે, વિકાર છે, સદોષ છે.
ઉદયના ૨૧ બોલમાંથી કોઈ બોલ આત્માનો માને તે બહિરબુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુસ્વરૂપની દ્રષ્ટિએ એ બધા બર્હિભાવ છે. યોગીન્દુદેવ એમ કહે છે કે દેહ, શરીર,
વાણી,