૨૦] [હું
મન, કર્મ, ધન, ધાન્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર એ બધા ભગવાન આત્માથી જુદી ચીજ છે.
અંદરમાં જે શુભ પરિણામ ઊઠે છે, જેને શાસ્ત્રમાં વ્યવહાર આચરણ કહ્યું એવા જે
શુભઆચરણના ભાવ તે પણ ખરેખર બહિરભાવ છે. કેમ કે તે અંર્તસ્વભાવ છે નહીં
ને અંતરસ્વભાવમાં રહેતા નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર આદિના વિકલ્પ તે શુભ
આચરણના ભાવ વિભાવ છે. તે જ્ઞાનાનંદ સ્વરૂપમાં નથી ને પૂરણ જ્ઞાનાનંદની પ્રાપ્તિ
થાય ત્યારે રહેતા નથી માટે તે બર્હિભાવો છે.
એક સમયમાં અખંડ આનંદકંદ અભેદ ચિદાનંદની મૂર્તિને આત્મા તરીકે જાણે
ત્યારે સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્દર્શન થાય. જેવો એનો સ્વભાવ છે તેવો એનો સ્વીકાર
કરવો એ તો સમ્યગ્દર્શન છે. પણ એવો આત્મા ન માનતા, આત્માથી બાહ્ય ચીજ
વિકલ્પ આદિ કે જે એનામાં નથી, ઉત્પન્ન થાય છતાં તેના સ્વભાવમાં રહેતા નથી ને
તેના સ્વભાવને સાધનરૂપે મદદ કરતા નથી-એવા-દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના શુભ
વિકલ્પ છે, તેને સ્વભાવ માને કે વિભાવને સ્વભાવનું સાધન માને કે મારી ચીજમાં એ
છે એમ માને તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે.
શુભભાવ, તેનાથી બંધાયું પુણ્ય ને તેનું ફળ આ રૂપિયા બે-પાંચ હજારનો
પગાર-એ ત્રણે મને મળે કે એ મારા છે-એમ માનવું તે મૂઢતા છે. પુણ્યના પરમાણુઓ,
પુણ્યના ભાવ અને એના ફળની બહારની વિચિત્રતાના ભભકે પોતે વધ્યો એમ
માનનારો મૂઢ છે એમ અહીં કહે છે.
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો !’
એક શેઠને આખા શરીરે સોપારી જેવા ગૂમડાં હતાં, મરતાં સુધી રહ્યાં; પણ એ
મને થયું છે એમ માનવું તે બહિરાત્મબુદ્ધિ છે. એ ગૂમડાં આત્મામાં થયા નથી, એ તો
જડમાં થયા છે. એવી રીતે સુંદરતા, કોમળતા, નરમાઈ વિગેરે જડની દશામાં થતાં મને
થયું, હું રૂપાળો છું, હું નમણો છું, હું સુંદર છું,-એ બુદ્ધિ શરીરાદિ પરને પોતાના
માનનારની મિથ્યાબુદ્ધિ છે.
નિજ પરમાત્મસ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાયકમૂર્તિ અખંડાનંદ ધ્રુવ અનાદિ
અનંત સ્વભાવથી જેટલા બાહ્યભાવો તેને પોતાના માને, તેનાથી પોતાને લાભ માને, તે
મારું કર્તવ્ય છે એમ માને, તેનાથી જુદો કેમ પડે? દયા-દાન-વ્રત-ભક્તિ આદિના
શુભભાવો તે મારું કર્તવ્ય છે અને હું ખરેખર તેનો રચનારો છું એમ જે માને તે એવા
કર્તવ્યને કેમ છોડે? એવા કર્તવ્યને પોતાના માનનાર બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે
એમ પરમેશ્વરે કહ્યું છે.
ચૌદમા ગુર્ણસ્થાન સુધી અસિદ્ધભાવ છે, એ બધા અસિદ્ધભાવ, અપૂરણભાવ,
મલિનભાવ, વિપરીતભાવ, ખંડખંડભાવ એને પોતાની વસ્તુ માને તેને બહિરાત્મા મૂઢ
જીવ કહે છે. ભગવાન આત્મા જ્ઞાયકની મૂર્તિ ચૈતન્યસૂર્ય આનંદનો કંદ એવું સ્વયંસિદ્ધ
સ્વતત્ત્વ એને પોતાનું ન માનતા એનાથી બાહ્ય કોઈ પણ વિકલ્પ-વ્યવહાર આચાર,
વ્યવહાર ક્રિયા, વ્યવહાર મહાવ્રત,