હિત થશે એમ માનનાર એ વિભાવને જ-એ બહિરભાવને જ આત્મા માને છે.
સ્વભાવનું સાધન માને, સ્વભાવને ને વિકારને એક માને તે વિકારને જ-દેહાદિને જ
આત્મા માને છે. તેની દ્રષ્ટિ ચિદાનંદ જ્ઞાયક ઉપર નથી પણ તેની દ્રષ્ટિ ખંડખંડ આદિ
ભાવ ઉપર પડી છે. તે અપંડિત કહ્યો છે. આત્મા જેવો છે તેવો જેણે જાણ્યો ને માન્યો
તેને પંડિત કહ્યો છે. તો તેનાથી વિરુદ્ધ જે વિકલ્પ રાગ આદિને પોતાનું સ્વરૂપ માને
તેને અપંડિત કહીયે, મૂરખ કહીયે, બહિરાત્મા કહીયે.
અલ્પ અવસ્થા, પુણ્ય-પાપના વિકલ્પો કે સંયોગી બાહ્ય ચીજ મને હિતકર છે, સાધન
છે, મારા છે, એવી માન્યતાવાળાને બહિરાત્મા કહે છે.
વ્યવહાર તરીકે આવ્યા વિના રહેતો નથી. જેમ એકરૂપ અખંડ ચૈતન્યવસ્તુ આત્મા છે ને
જેમ શરીર આદિ જડરૂપ પદાર્થ પણ છે અને શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન થતાં જેમ શરીર
આદિ બીજી ચીજ કાંઈ વઈ જતી નથી તેમ અંદરમાં પૂરણદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી વ્યવહારના ભાવ હોય છે, પણ તે પર તરીકે હોય છે, સ્વ તરીકે ખતવવા
માટે હોતા નથી.
એ આત્માનું કર્તવ્ય નથી. કમજોરીના કાળમાં એ ભાવ આવે છતાં એ હિતકારી નથી.
હિતકારી નથી તો એ ભાવ લાવે છે શું કામ?-ભાઈ! બાપુ! એ ભાવને તે લાવતો
નથી પણ આવે છે. પરંતુ એ વિકલ્પો આત્માને કલ્યાણ કરનાર છે કે આત્માનું સ્વરૂપ
છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારા સ્વરૂપમાં હું છું ને તે ભાવો મારામાં નથી તેનું
નામ અનેકાન્ત કહેવામાં આવે છે.
વિકૃતરૂપને પોતાનું સ્વરૂપ માને છે તેથી વિકૃતરૂપને કેમ છોડે? તેથી તે વિકૃતિમાં જ
ફરી ફરી ભ્રમણ કરશે. સંસારમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. ૧૦
અંતરાત્માની વિશેષ વાત કહે છેઃ-