Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 238
PDF/HTML Page 34 of 249

 

background image
પરમાત્મા] [૨૩
ઉદયભાવ, પંચ તપ-આચારના જે વ્યવહારના વિકલ્પો તેના રૂપે પ્રભુ થાય
છે?-કે એ વિકલ્પો પ્રભુરૂપે થાય છે? ન થાય ભાઈ, ન થાય. અરે પ્રભુ! તું ક્યાં
છો?-એ જરીક જો તો ખરો! જ્યાં તું છો ત્યાં વિકાર નથી ને વિકાર છે ત્યાં તું નથી.
પુણ્ય-પાપના વિકલ્પોની વિભાવદશામાં સચ્ચિદાનંદ પ્રભુ નથી અને એ વિભાવો
સ્વભાવરૂપે ત્રણકાળમાં થઈ શકતા નથી.
પુણ્ય-પાપના આસ્રવના ભાવ અને કર્મ શરીર અજીવભાવ, એ આસ્રવભાવ ને
અજીવભાવ સ્વભાવરૂપે થતાં નથી અને ચૈતન્યગોળો ધ્રુવ અનાદિ અનંત સત્ત્વ
ભગવાન આત્મા પોતે આસ્રવરૂપે-અજીવરૂપે થતો નથી. અજીવ, આસ્રવ ને આત્મા-
ત્રણ તત્ત્વ નિરાળા છે ને! તેથી કર્મ શરીર ને વાણી એ અજીવ અને અંદર જે
શુભાશુભભાવ ઊઠે તે આસ્રવ, તેમાં કાંઈ આત્મા ન આવે. દયા-દાન-વ્રત-ભક્તિના
પરિણામમાં આત્મા ન આવે ને એ આસ્રવભાવો આત્મારૂપે થાય નહીં. તેથી આત્મારૂપે
થયા વિના એ આસ્રવભાવો આત્માને લાભ કેમ કરી શકે?
એમ જાણીને, એવું જ જ્યાં સ્વરૂપ છે કે જ્ઞાનસૂર્ય પ્રભુ કદી અજીવરૂપે થતો
નથી ને આસ્રવરૂપે થતો નથી તથા અજીવ અને આસ્રવો જીવરૂપે થતાં નથી-એમ સત્ય
સમજીને હે જીવ! તું અપનકો પહિચાન. ભગવાન ચૈતન્યસૂર્ય પ્રભુ તરફ તું જો. તું
યથાર્થ આત્માનો બોધ કર. શુદ્ધ સ્વરૂપ ભગવાન તરફનો ઝૂકાવ કરીને તું જો કે આ
આત્મા એકલો જ્ઞાનનો સાગર આનંદની મૂર્તિ છે.-એમ આત્માને જાણ.
પરની દયા પાળી શકું છું, પરના કામ કરી શકું છું-એમ કહેનારને પોતાના
સિવાયની પર ચીજ જુદી નથી; એ અને હું બન્ને એક છીએ માટે હું પરના કામ કરી
શકું છું, પણ બાપુ! તું જુદો ને એ જુદા. ત્યાં એની દયા કોણ પાળે? જે જુદા પદાર્થ છે
એની જુદી અવસ્થાને બીજો શી રીતે કરે? શરીર, કર્મ, કુટુંબ, દેશ-એ તો પરવસ્તુ છે;
તો એ પરના કામ તું કરી શકે છો? જો તું પરના કામ કરી શકતો હો તો બે એક થઈ
ગયા, તેથી પોતાનું સત્ત્વ નાશ થઈને તું પરરૂપે થઈ ગયો-એમ તે માન્યું!
તેથી હે જીવ! આમ સમજીને તું અપને આત્માકો પહિચાન, યથાર્થ આત્માનો
બોધ કર. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે. આત્માના ભાનવાળાની જ મુક્તિ થાય છે.
આત્માના ભાન વિનાનાને સંસારમાં રખડવું થાય છે. એમ બન્ને વાત અહીં કહે છેઃ-
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि ।
पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।। १२।।
નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨.
જો આત્માને આત્મા સમજશે એટલે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ
પ્રભુ જ્ઞાતાદ્રષ્ટા છે તે જ મારું સ્વરૂપ છે ને તે જ હું આત્મા છું-એમ આત્માને પોતાના
શુદ્ધ