પરમાત્મા] [૪૧
ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં ૯૬ હજાર રાણીઓના વૃંદમાં પડયા હોય પણ એ
ભોગના કાળે પણ દ્રષ્ટિમાં એનો ત્યાગ વર્તે છે. મારો આનંદ મારી પાસે છે પણ
અરેરે! આ સમાધાન થતું નથી એટલે રાગ આવે છે પણ સમકિતી એ અસ્થિરતાને
હેય તરીકે જાણે છે. એ પ્રકારના અસ્થિરતાના રાગમાંથી બીજે જ ક્ષણે કદાચિત્
ધ્યાનમાં આવે તો અતીન્દ્રિય આનંદનું ધ્યાન પણ કરી લે. વાસનાના વિકલ્પમાં દોરાઈ
ગયો પણ અંદર તો સચ્ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાંથી છોડયો નથી.
ગૃહસ્થાશ્રમમાં પણ સ્વસ્વરૂપ મોજૂદ છે છતાં તેને આદરણીય કેમ કરી શકતો
નથી?-કે પોતાના સ્વસ્વરૂપનો એને મહિમા નથી એટલે વિકાર ને પરના મહિમામાં
તેની દ્રષ્ટિ પડી છે તેથી મિથ્યાત્વમાં પડયો છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જ્યાં
સ્વનો મહિમા આવ્યો કે આ અખંડાનંદ પ્રભુ જ મારે કરવાનું કામ, વિશ્રામનું ધામ છે-
એમ અંતર્દષ્ટિ ને જ્ઞાન કર્યા ત્યાં પૂજા-ભક્તિના ભાવને પણ ત્યાગબુદ્ધિએ દેખે છે.
પ્રભુ! તું છો કે નહીં? છો તો કેવડો છો?-કેઃ-
અનંતા ગુણનો દરિયો છો, જ્ઞાન સ્વરૂપે ભરિયો છો.
આનંદનો તું કંદ છો, વીર્યની તું કાતળી છો,
શાંતિનો તું સાગર છો, અનંત પુરુષાર્થના વીર્યથી ભરેલો પદાર્થ છો, સ્વચ્છતાનું
ધામ છો, અનંત ગુણમાં એક-એક ગુણમાં પ્રભુતાથી ભરેલો પ્રભુ તું છો.
આવા ભગવાનને જેણે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં એનો શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકાર
કર્યો એણે અનંતકાળથી જેનો ત્યાગ વર્તતો હતો તેને ગ્રહણ કર્યો ને અનંતકાળથી
રાગાદિ પુણ્યપરિણામને ગ્રહણ કરવાયોગ્ય માનતો હતો તેનો દ્રષ્ટિમાં ત્યાગ વર્ત્યો.
સમકિતી જિનેન્દ્રદેવનું સદા ધ્યાન કરે છે એટલે કે સમકિતીને આત્માના શ્રદ્ધા-
જ્ઞાન તો નિરંતર છે પણ કોઈ વખતે ધ્યાનમાં અંદર સ્થિર થઈ જાય છે. ગૃહસ્થીને
ધ્યાન પણ હોય છે એમ કહે છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં ધર્મીને રાત-દિવસ ભગવાન
આત્માના શુદ્ધજ્ઞાનરૂપ પરિણતિ કાયમ વર્તે છે ને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાન પણ
ગૃહસ્થીને થઈ જાય.
ગૃહસ્થાશ્રમમાં આત્મા શું આત્મા મટીને વિકારરૂપે થઈ ગયો છે? ગૃહસ્થાશ્રમમાં
રહેલો આત્મા શું જડ અને શરીરરૂપે થઈ ગયો છે?-ના; તો એ ત્રિકાળ સ્વભાવની
દ્રષ્ટિ થતાં વિકારપણે હું નથી એમ દ્રષ્ટિ થતાં દ્રષ્ટિમાં વિકારનો ત્યાગ વર્તે છે;
ગૃહસ્થાશ્રમમાં પણ એને ધ્યાન વર્તે છે. જેને લક્ષમાં લીધો છે, તેમાં વારંવાર ઠરવારૂપ
નિર્વિકલ્પ ધ્યાન પણ વર્તે છે.
સ્વરૂપ શુદ્ધ છે એમ અનુભવપૂર્વક સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન થયા પછી સામાયિકમાં
પ્રયોગ કરે છે કે હું પરમાત્મા છું તો ઉપયોગ એમાં સ્થિર રહી શકે છે કે નહીં એનો
અજમાયશ ને પ્રયોગ સામાયિકમાં કરે છે. રોજ સામાયિકમાં અજમાયશને પ્રયોગ કરે છે
તથા પંદર દિવસે, મહિને ચોવીશ કલાક પ્રયોગ કરે કે આત્મા અંદર સ્વરૂપમાં કેટલો
રહી શકે છે. તે