૪૨] [હું
પ્રયોગને પૌષધ કહે છે. દેહના ત્યાગના કાળે નિર્વિકલ્પ કેટલો રહી શકું છું, ભવના
અભાવના કાળે ભવના અભાવસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા કેટલીક રહી શકે
છે? તેનો પ્રયોગ કરવો તેને ‘સંથારો-સમાધિ મરણ’ કહે છે. આ બધું ગૃહસ્થાશ્રમમાં
થઈ શકે છે એમ અહીં તો કહેવું છે હો!
-આ રીતે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જે આત્માને ઉપાદેય જાણે ને રાગાદિને
હોય જાણે તે અલ્પકાળમાં નિર્વાણને પામે છે. ૧૮.
હવે ૧૯મી ગાથામાં કહે છે કે જિનેન્દ્રદેવનું સ્મરણ પરમપદનું કારણ છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण ।
सो झायंतहं परम–पउ लब्भइ एक्क–खणेण ।। १९।।
જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯.
હે આત્મા! વીતરાગ પરમેશ્વર અને તારો આત્મા-તે બન્નેના સ્વભાવમાં કાંઈ
ફેર નથી. વર્તમાન પર્યાયમાં-અવસ્થામાં ફેર છે. ભગવાનની દશા પૂર્ણાનંદરૂપ થઈ
ગઈને તારી દશામાં રાગ ને મલિનતા છે પરંતુ વસ્તુ સ્વભાવમાં ને ભગવાનના
સ્વભાવમાં કાંઈ ફેર નથી. તેથી અહીં કહે છે કે કેવળજ્ઞાની પરમેશ્વરે જેવો ભગવાન
આત્મા જોયો છે તેવો આત્મા જેને શ્રદ્ધા-જ્ઞાનમાં બેઠો છે એવો ધર્મીજીવ એનું વારંવાર
સ્મરણ કરે છે. રાગનું, નિમિત્તનું કે સંયોગનું સ્મરણ કરતાં નથી પણ ભગવાન
આત્માનું સ્મરણ કરે છે.
હે આત્મા! શુદ્ધભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો. જિનેન્દ્ર એટલે આત્મા, તેનું
શુદ્ધભાવથી સ્મરણ કરો. ભગવાન આત્માનો સ્વભાવ વીતરાગી ઇન્દ્ર-ઈશ્વર છે પણ
પોતે પોતાને રાંકો માનીને બેઠો, આની વિના ચાલે નહીં ને તેની વિના ચાલે નહીં-
એને કેમ બેસે? આબરૂમાં જરાક ખામી થઈ જાય ત્યાં તો...એને કેમ બેસે કે પોતે
પરમેશ્વર પ્રભુ છે! આબરૂમાં જરાક ધક્કો લાગે ત્યાં તેને કાંઈ થઈ જાય, પણ બાપુ!
અનાદિનો તને આબરૂનો આ મોટો ધક્કો લાગી ગયો છે તેનું શું? ભગવાન
સચ્ચિદાનંદ પ્રભુ જિનેન્દ્ર છે તેને રાગવાળો માનવો એ તને મોટું કલંક છે બાપુ!
ભાઈ! ભગવાન આત્મા વીતરાગમૂર્તિ પ્રભુ છે તેનું ચિંતવન કર ને! આ રાગ
ને દયા-દાન આદિના વિકલ્પ છે એ તો છોડવાલાયક છે, એને વારંવાર યાદ શું કામ
કરે છો? આવે તોપણ તેને યાદ શું કરવા કરે છો? આત્મા સાક્ષાત્ વસ્તુ તરીકે જિનેન્દ્ર
પ્રભુ છે ને તેની દશામાં જિનેન્દ્રપણું પ્રગટ કરવા માટે એ જિનેન્દ્ર પ્રભુમાં એકાગ્ર થઈને
ધ્યાન કરવું એ પ્રગટ જિનેન્દ્ર થવાનો ઉપાય છે.
આહાહા! ઘરે પરમેશ્વર પ્રભુ આદિનાથ મુનિ પધારે ને તેનો આદર ન કરે અને
સડેલાં રોગવાળી વાઘરણનો આદર કરે! તેમ ત્રણ લોકનો નાથ ભગવાન પોતે
સમીપમાં