૭૦] [હું
[પ્રવચન નં. ૧૨]
શિવ સુખ માટે નિજ પરમાત્માનો અનુભવ કર
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૯-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ દિગંબર સંત મુનિ થઈ ગયા. અનાદિ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર
ભગવાને કહેલો માર્ગ શ્રી યોગીન્દ્રદેવ યોગસાર તરીકે અહીં વર્ણવે છે. તેમાં આપણે ૨૯
મી ગાથા છેઃ-
वय–तव–संजम–मूल–गुण मूढहं मोङ्कख ण वुत्तु ।
जाव ण जाणइ इक्क पर सुद्धउ भाउ पवित्तु ।। २९।।
જ્યાં લગી એક ન જાણિયો, પરમ, પુનિત, શુદ્ધ ભાવ;
મુઢ તણા વ્રત-તપ સહુ; શિવહેતુ ન કહાય. ૨૯.
જ્યાં સુધી આ શરીર-વાણીથી ભિન્ન, અશુદ્ધ વિકારી ભાવથી રહિત, પરમ શુદ્ધ
પરમ નિર્મળ આત્મભાવનો અનુભવ ન કરે, શુદ્ધ ચિદ્ઘન પવિત્ર આનંદકંદ આત્માનો
અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન-શ્રદ્ધા-આચરણ ન કરે ત્યાં સુધી મૂઢ જીવોએ કરેલાં
વ્રત-તપ આદિ નિરર્થક છે, રાગની મંદતાનો શુભરાગ છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવે
કહ્યો એવો તદ્ન શુદ્ધ પવિત્ર સચ્ચિદાનંદ જ્ઞાયક અનાકુળ શાંતરસથી ભરેલું આત્મતત્ત્વ
છે, તેની શ્રદ્ધા-જ્ઞાન ને અનુભવ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી અજ્ઞાની મૂઢ જીવના-
સ્વરૂપના અજાણ જીવના વ્રત-તપ આદિ નિરર્થક છે.
ભગવાન પરમેશ્વરે જે અવસ્થામાં પ્રગટ કર્યો છે એ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ
આત્માનો, દેહમાં બિરાજમાન ચૈતન્યરત્ન આત્માનો જેને અનુભવ નથી એવા મૂઢ
એટલે કે જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપથી ભરેલ વસ્તુનું જેને ભાન નથી એવા મૂઢ જીવો ગમે
તેટલા વ્રત તપ કરે, અનશન-ઉણોદરી કરે, વિનય કરે, યાત્રા કરે, ભક્તિ કરે, પૂજા કરે
તોપણ એ બધાં એના ધર્મના ખાતે નથી. એ બધાં શુભભાવ બંધના ખાતે છે, સંસાર
ખાતે છે.
નિજસ્વરૂપમાં આનંદ ને શુદ્ધતા ભરી પડી છે, તેને સ્પર્શે નહિ ને પોતાના
નિજસ્વભાવના અજાણ મૂઢ જીવો દેવ-શાસ્ત્ર-ગુરુની વિનય-ભક્તિ પૂજા નામસ્મરણ
કરે તે બધાં શુભરાગરૂપી પુણ્ય છે, ધર્મ નથી. એ દેવ-શાસ્ત્ર-ગુરુની વૈયાવૃત કરે, સેવા
કરે પણ જેને આત્મસેવાની ખબર નથી કે હું એક જ્ઞાનાનંદ ચિદાનંદ શુદ્ધ ધ્રુવ અનાદિ
અનંત પવિત્ર અનંત શાંતિની ખાણ-ખજાનો-આત્મા છું, એવા અતીન્દ્રિય આનંદનો
જેને સ્પર્શ નથી, અનુભવ નથી એવા મૂઢ જીવોના દેવ-શાસ્ત્ર-ગુરુની સેવા આદિના
ભાવો પણ એને સંવર અને નિર્જરામાં નથી, બંધમાં છે, એમાં બંધ થઈને ચાર ગતિમાં
રખડે છે.
ભગવાન આત્મા સત્ સત્ સત્ શાશ્વત જ્ઞાન ને આનંદની ખાણ આત્મા છે.
એના ભાન ને સ્પર્શ વિના જે કાંઈ શાસ્ત્રની સ્વાધ્યાયો કરે, ૧૧ અંગ ને ૯ પૂર્વ ભણે,
એ બધા