૮૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘अकिञ्चनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवेः ।
योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ।।’’ [आत्मानुशासने ]
अथवा‘‘रागी बध्नाति कर्माणि वीतरागो विमुञ्चति ।
जीवो जिनोपदेशोऽयं संक्षेपाद्वन्धमोक्षयोः ।।’’ [ज्ञानार्णवे ]
यस्मादेवं तस्मात्सर्वप्रयत्नेन व्रताद्यवधानेन मनोवाक्कायप्रणिधानेन वा निर्ममत्वं
विचिन्तयेत् ।
मत्तः कायादयोऽभिन्नास्तेभ्योऽहमपि तत्त्वतः ।
नाहमेषां किमप्यस्मि ममाप्येते न किञ्चन ।। [तत्त्वानुशासन – १५८ ]
मैं अकिंचन हूँ, मेरा कुछ भी नहीं, बस ऐसे होकर बैठे रहो और तीन लोकके
स्वामी हो जाओ । यह तुम्हें बड़े योगियोंके द्वारा जाने जा सकने लायक परमात्माका रहस्य
बतला दिया है ।
और भी कहा है — ‘‘रागी बध्नाति कर्माणि०’’ रागी जीव कर्मोंको बाँधता है ।
रागादिसे रहित हुआ जीव मुक्त हो जाता है । बस यही संक्षेपमें बंध मोक्ष विषयक जिनेन्द्रका
उपदेश है । जब कि ऐसा है, तब हरएक प्रयत्नसे व्रतादिकोंमें चित्त लगाकर अथवा मन,
वचन, कायकी सावधानतासे निर्ममताका ही ख्याल रखना चाहिए ‘‘मत्तः कायादयो
भिन्नास्०’’
‘आत्मानुशासन’ — શ્લોક ૧૧૦માં કહ્યું છે કેઃ —
‘હું અકિંચન છું (એટલે મારું કાંઈ પણ નથી) — એમ ભાવના કરી બેસી રહો
(પરિણમો) અને ત્રણ લોકના સ્વામી બની જાઓ. આ તને યોગીઓને ગમ્ય (જાણી શકાય
તેવું) — એવું પરમાત્માનું રહસ્ય બતાવ્યું છે;
અથવા ज्ञानार्णव — પૃ. ૨૪૨માં કહ્યું છે કેઃ —
‘રાગી (જીવ) કર્મો બાંધે છે અને વીતરાગી જીવ (રાગાદિથી રહિત જીવ) કર્મોથી
મુક્ત થાય છે. બંધ – મોક્ષ સંબંધી જિનેન્દ્રનો આ સંક્ષેપમાં ઉપદેશ છે.’
તેથી સર્વ પ્રયત્નથી વ્રતાદિમાં (શુદ્ધ પરિણમનમાં) અવધાનથી (ચિત્ત લગાવી)
અથવા મન, વચન, કાયની સાવધાનીથી નિર્મમત્વનું વિશેષ પ્રકારે ચિંતવન કરવું જોઈએ.
‘મારાથી શરીરાદિ ભિન્ન છે અને પરમાર્થે તેમનાથી હું પણ ભિન્ન છું. હું તેમનો કાંઈ
પણ નથી અને તેઓ પણ મારા કાંઈપણ નથી,’
ઇત્યાદિ શ્રુતજ્ઞાનની ભાવનાથી મુમ઼ુક્ષુએ (ખાસ કરીને) ભાવવું જોઈએ.