કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૭
इत्यादि श्रुतज्ञानभावनया मुमुक्षुर्विशेषेण भावयेत् ।
उक्तं च — [आत्मानुशासने ]
‘निवृत्तिं भावयेद्यावन्ननिर्वृत्तिस्तदभावतः ।
न वृत्तिर्न निवृत्तिश्च तदेव पदमव्ययम्’ ।।२३६।।
‘‘शरीरादिक मुझसे भिन्न हैं, मैं भी परमार्थसे इनसे भिन्न हूँ, न में इनका कुछ
हूँ, न मेरे ही ये कुछ हैं ।’’ इत्यादिक श्रुतज्ञानकी भावनासे मुमुक्षुको भावना करनी चाहिए ।
आत्मानुशासनमें गुणभद्रस्वामीने कहा है । — ‘‘निवृत्तिं भावयेत्०’’
जब तक मुक्ति नहीं हुई तब तक परद्रव्योंसे हटनेकी भावना करे । जब उसका
अभाव हो जाएगा, तब प्रवृत्ति ही न रहेगी । बस वही अविनाशी पद जानो ।।२६।।
શ્રી ગુણભદ્રાચાર્યે ‘आत्मानुशासन’ — શ્લોક ૨૩૬માં કહ્યું છે કેઃ —
‘જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી (પરભાવોથી) નિવૃત્તિની (પાછા હઠવાની)
ભાવના કરવી. તેના (પરભાવના) અભાવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ રહેશે નહિ. તે જ
અવિનાશી પદ છે.’
ભાવાર્થ : — જ્યારે સ્ત્રી – પુત્રાદિ મારાં અને હું તેમનો — એવા મમકારરૂપ વિભાવ
પરિણામોથી જીવ પરિણમે છે, ત્યારે રાગ – દ્વેષરૂપ પરિણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ
થાય છે, કિન્તુ જ્યારે સ્ત્રી, પુત્રાદિ પદાર્થોમાં મારાપણાની કલ્પના છોડી દે છે’, ત્યારે નિર્મમ
પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વનું જ ચિંતવન કરવું જોઈએ.
જે સમયે ઉપયોગ વિભાવ ભાવોથી એકરૂપ થાય છે. તે સમયે રાગ – દ્વેષ સાથે
એકતાબુદ્ધિથી પરિણામરૂપ અધ્યવસાનભાવથી બંધ થાય છે. રાગાદિથી એકતારૂપ ઉપયોગ
જ કર્મબંધનું કારણ છે, પરંતુ રાગાદિથી એકતારહિત ઉપયોગ બંધનું કારણ નથી — તે
કર્મથી – મુક્તિનું કારણ છે.
જે પરને પર અને આત્માને આત્મા માની રાગી – દ્વેષી થતો નથી અને પર પદાર્થોમાં
સુખ – દુઃખની કલ્પના કરતો નથી, પરંતુ તે પ્રત્યે સમભાવી રહે છે. તે કર્મોથી છૂટે છે અને
પરમાત્મા બને છે.
‘રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે’ એવો જિનેન્દ્ર ભગવાનનો
બંધ – મોક્ષનો સંક્ષેપમાં ઉપદેશ છે.