કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૧
यतश्चैवं तत एनं संयोगं सर्वं निःशेषं त्यजामि । कैः क्रियमाणं ? मनोवाक्कायकर्मभिर्मनोवर्गणा-
द्यालम्बनैरात्मप्रदेशपरिस्पंदैस्तैरेवा त्यजामि । अयमभिप्रायो मनोवाक्कायान्प्रतिपरिस्पन्दमान
नात्मप्रदेशान् भावतो निरुद्धामि । तद्भेदाभेदाभ्यासमूलत्वात्सुखदुःखैकफलनिर्वृतिसंसृत्योः ।
तथा चोक्तं [समाधितन्त्रे ]
‘‘स्वबुद्धया यावद् गृह्णीयात्कायवाकचेतसां त्रयम् ।
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः’’ ।।६२।।
સંયોગને લીધે અર્થાત્ દેહાદિના સંબંધને લીધે હોય છે ( – અર્થાત્ દેહાદિના સંબંધને લીધે
પ્રાણીઓને અનેક દુઃખો ભોગવવાં પડે છે). તેથી તે સર્વ સંયોગને (તેના પ્રત્યેના રાગને)
હું સંપૂર્ણપણે છોડું છું. શા વડે કરવામાં આવતા (સંબંધને)? મન – વચન – કાયની ક્રિયાથી,
મનોવર્ગણાદિના આલંબનથી આત્મપ્રદેશોના પરિસ્પન્દ દ્વારા (કરવામાં આવતા સંબંધને) જ
હું છોડું છું. આનો અભિપ્રાય એ છે કે મન – વચન – કાય પ્રતિ (તેના આલંબનથી) પરિસ્પન્દ
થતા આત્માના પ્રદેશોને હું ભાવથી રોકું છું, કારણ કે સુખ – દુઃખ જેનું એક ફળ છે તેવા
મોક્ષ – સંસારનું તેવા ભેદાભેદનો અભ્યાસ મૂલ છે. ( – અર્થાત્ આત્મા, મન – વચન – કાયથી
ભિન્ન છે – એવા ભેદ – અભ્યાસથી સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આત્મા, મન –
વચન – કાયથી અભિન્ન છે – એવા અભેદ અભ્યાસથી દુઃખરૂપ સંસારની પ્રાપ્તિ થાય છે).
તથા ‘समाधितंत्र’ — શ્લોક ૬૨માં કહ્યું છે કેઃ —
‘જ્યાં સુધી શરીર, વાણી અને મન – એ ત્રણને ‘એ મારાં છે’ એવી આત્મબુદ્ધિથી
(જીવ) ગ્રહણ કરે છે. ત્યાં સુધી સંસાર છે અને જ્યારે તેમનાથી ભેદ – બુદ્ધિનો (અર્થાત્
આત્મા શરીરાદિથી ભિન્ન છે – એવી ભેદબુદ્ધિનો) અભ્યાસ કરે છે, ત્યારે મુક્તિ થાય છે.’
मन, वचन, कायका आलम्बन लेकर चंचल होनेवाले आत्माके प्रदेशोंको भावोंसे रोकता हूँ ।
‘आत्मा मन, वचन, कायसे भिन्न है’, इस प्रकारके अभ्याससे सुखरूप एक फलवाले मोक्षकी
प्राप्ति होती है और मन, वचन, कायसे आत्मा अभिन्न है, इस प्रकारके अभ्याससे दुःखरूप
एक फलवाले संसारकी प्राप्ति होती है, जैसा पूज्यपादस्वामीने समाधिशतकमें कहा है —
‘‘स्वबुद्धया यत्तु गृह्णीयात्०’’
‘‘जब तक शरीर, वाणी और मन इन तीनोंको ये ‘स्व हैं – अपने हैं’ इस रूपमें
ग्रहण करता रहता है । तब तक संसार होता है और जब इनसे भेद-बुद्धि करनेका अभ्यास
हो जाता है, तब मुक्ति हो जाती है ।’’ ।।२८।।